Western Times News

Gujarati News

ગુજરાત કુલ ૧૮૪૬૪ ગામના અંદાજિત એક કરોડ સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરાશે

પ્રતિકાત્મક

ગુજરાતમાં આજ તા. ૧૬ ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ;

ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં પાણીપત્રક નમૂના નં. ૧૨માં પાકની ૧૦૦ ટકા નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા થશે: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

ડિજિટલ ક્રોપ સર્વેના પાયલટ પ્રોજેક્ટ માટે ગુજરાતના અરવલ્લી, મહેસાણાનર્મદાડાંગવલસાડ અને પોરબંદર જિલ્લા થઇ હતી પસંદગી

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો છે. જેને અનુસરતા સમગ્ર ગુજરાતમાં આજ તા. ૧૬ ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છેજે આગામી ૪૫ દિવસ સુધી ચાલશે. ગુજરાતના ૩૩ જિલ્લાની તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવશે.

વધુ વિગતો આપતા કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કેરાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. ૧૨ની નોંધણી કરવામાં આવતી હતીજે પૂરે-પૂરી થતી નહોતી. ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં હવે ૧૦૦ ટકા પાણીપત્રક નમૂના નં. ૧૨માં નોંધણી થશે. પરિણામે નમૂના નં. ૧૨માં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે. ગુજરાતના ૩૩ જિલ્લાઓના મળી કુલ ૧૮૪૬૪  ગામના અંદાજિત એક કરોડ જેટલા સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. રાજ્યના તમામ ખેડૂતોને ડિજિટલ ક્રોપ સર્વેમાં સહયોગ આપવા કૃષિ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કેઅગાઉ વર્ષ ૨૦૨૩-૨૪માં ડિજિટલ ક્રોપ સર્વે માટે ગુજરાતના અરવલ્લીમહેસાણાનર્મદાડાંગવલસાડ અને પોરબંદરને મળી કુલ ૬ જિલ્લાની પાયલોટ પ્રોજેકટમાં પસંદગી કરવામાં આવી હતી. ખરીફ-૨૦૨૩ અને રવિ ૨૦૨૩-૨૪ દરમિયાન આ ૬ જિલ્લામાં સફળતાપૂર્વક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં ખરીફ-૨૦૨૩ દરમિયાન ૧૨.૯૦ લાખથી વધુ સર્વે પ્લોટનું તેમજ રવિ ૨૦૨૩-૨૪ દરમિયાન ૯.૫૦ લાખથી વધુ સર્વે પ્લોટનો ડિજિટલ સર્વે કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કેદેશમાં પાક વાવેતરના રિયલ ટાઇમ ડેટા મેળવવા માટે ભારત સરકાર દ્વારા એગ્રીસ્ટેક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લીકેશનના માધ્યમથી જ ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વે કામગીરી ગ્રામ્ય સ્તરે પસંદ થયેલા સર્વેયર દ્વારા કરવામાં આવશેતેનું એપ્રુવલ ગામના તલાટી દ્વારા કરવામાં આવશે તેમજ સર્વેનું વેરિફિકેશન ગ્રામસેવક દ્વારા કરવામાં આવશે. વાવેતરનો ડિજિટલ સર્વે થતા વાવેતરનો રિયલ ટાઇમ ડેટા સીધો ભારત સરકારને મળશે. જેના માધ્યમથી પાક વાવેતરની પરિસ્થિતિપાકનું નામસિંચાઈનો પ્રકાર વગેરેની માહિતી જાણી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.