કરોડો રૂપિયાની રોકડ અને જ્વેલર્સ મળી સુરતના બિલ્ડર ગ્રુપ પાસેથી

સુરાના અને કંસલ ગ્રુપ પર આઈટીએ દરોડા પાડ્યા
સુરત, લાંબા સમય બાદ આવકવેરા વિભાગ સુરત શહેરમાં સક્રિય થયું છે આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન વિંગ ના અધિકારીઓ દ્વારા સુરત શહેરના મોટા ગજાના બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેને લઈને ઉદ્યોગપતિ જૂથમાં ફફડાટ મચ્યો હતો.
ટીમે આવહેલી સવારથી જ સુરતમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જે અંતર્ગત સુરતના જાણિતા બિલ્ડર સંજય સુરાના ગ્રુપ, રિંગ રોડના યાર્ન મર્ચન્ટ સહિત જમીનના ધંધા સાથે જોડાયેલા ચાર ગ્રુપો પર દરોડા પાડવામાં આવ્યા છે.
આ તમામ ધંધાર્થીઓના ૨૨વધારે સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. આઈટી વિભાગના અધિકારીઓ બિલ્ડર સૂરના ઘરે અચાનક ઘુસી જતા બિલ્ડર પણ ચોંક્યો હતો.
મોડી રાત સુધી ચાલેલી તપાસમાં કરોડો રૂપિયાની રોકડ અને જવેલરી મળી આવી હતી. 100 થી વધુના કાફલા સાથે આવકવેરા વિભાગનો સપાટો બોલાવ્યો હતો. બાતમી લિક ન થાય તે માટે મહારાષ્ટ્ર પાસિંગની ગાડીઓ ઉપયોગમાં લેવાઇ હતી.
તપાસ દરમિયાન, કરોડો રૂપિયાની રોકડ અને જ્વેલર્સ મળી હતી. મુખ્યત્વે બિલ્ડર સુરાના જૂથ તથા રીંગરોડના યાર્ન મર્ચન્ટ તથા જમીન ડેવલપર્સ તથા દલાલી સાથે સંકળાયેલા એક જૂથ મળીને કુલ ચાર જેટલા ધંધાર્થીઓના રહેણાંક તથા ઓફિસો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ઘણા લાંબા સમયથી સુરત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટી કોઈ કાર્યવાહી કે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું નહોતું. પરંતુ દિવાળી બાદ એકાએક સુરત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ અલગ અલગ ક્ષેત્રની વ્યવસાયિક પેઢીઓ પર પર હાથ ધરવામાં આવેલ તપાસના પગલે અન્ય વ્યવસાય વર્ગમાં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
તાજેતરમાં વલસાડ અને દાદરા નગર હવેલી સેલવાસ ખાતે આવેલી આર.આર. કાબેલ નામની કંપની પર વડોદરા, અમદાવાદ તથા સુરત ઇન્કમટેક્સ વિભાગે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. કેબલ ગ્રુપના રમેશ કાબરા તથા અન્ય ડિસ્ટ્રીબ્યુટરના ૪૦ જેટલા સ્થળો પર અસર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આવકવેરા વિભાગે ત્રણ દિવસ પહેલા ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘર પર દરોડા પાડ્યા હતા. ૬ ડિસેમ્બરથી, IT વિવિધ રાજ્યોમાં તેમના સ્થાનો શોધી રહી છે.
પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓડિશા સ્થિત ડિસ્ટિલરી ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ વિરુદ્ધ કરવામાં આવી રહેલી શોધમાં આશરે રૂ. ૨૫૦ કરોડની બિનહિસાબી રોકડ રિકવર થવાની અપેક્ષા છે. SS1SS