ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાઉદી અરેબિયાના વડાપ્રધાન બન્યા

નવીદિલ્હી, સાઉદી અરેબિયાના શાસક કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝે મંગળવારે એક શાહી ફરમાન જારી કરીને તેમના પુત્ર અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને દેશના વડાપ્રધાન અને બીજા પુત્ર પ્રિન્સ ખાલિદને સંરક્ષણ પ્રધાન બનાવ્યા છે.
આ સિવાય બીજા પુત્ર પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાનને ઉર્જા મંત્રી બનાવવામાં આવ્યા છે. સત્તાવાર સમાચાર એજન્સી સાઉદી પ્રેસ એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
શાહી ફરમાન મુજબ, પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ પહેલાની જેમ વિદેશ મંત્રીની જવાબદારી નિભાવતા રહેશે. તેવી જ રીતે નાણા મંત્રીની જવાબદારી મોહમ્મદ અલ-જદાન પાસે રહેશે અને રોકાણ મંત્રીની જવાબદારી પહેલાની જેમ ખાલિદ અલ-ફલીહ પાસે રહેશે.
ક્રાઉન પ્રિન્સ, જેઓ એમબીએસ તરીકે જાણીતા છે, તેઓ અત્યાર સુધી સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપતા હતા. તેમને સાઉદી અરેબિયાના વાસ્તવિક શાસક માનવામાં આવે છે. એમબીએસના નાના ભાઈ પ્રિન્સ ખાલિદ બિન સલમાન અગાઉ નાયબ સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપી રહ્યા હતા.
ક્રાઉન પ્રિન્સે એક નિવેદનમાં કહ્યું કે સાઉદી અરેબિયાએ લશ્કરી ઉદ્યોગોમાં તેની આર્ત્મનિભરતા ૨ ટકાથી વધારીને ૧૫ ટકા કરી છે. સાથે જ દેશના નવનિયુક્ત રક્ષા મંત્રીના નેતૃત્વમાં ૫૦ ટકા સુધી પહોંચવાની યોજના છે. સાથે જ તેમણે કહ્યું કે શાહી ફરમાન મુજબ કિંગ સલમાન હજુ પણ કેબિનેટની બેઠકોની અધ્યક્ષતા કરવાનું ચાલુ રાખશે.
સાઉદી કિંગ ૮૬ વર્ષીય સલમાન બિન અબ્દુલ અઝીઝે લગભગ અઢી વર્ષ સુધી ક્રાઉન પ્રિન્સ તરીકે સેવા આપી હતી. જે બાદ તેઓ વર્ષ ૨૦૧૫માં દેશના શાસક બન્યા હતા. તે જ સમયે, સાઉદી અરેબિયામાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ ૨૦૧૭માં સત્તામાં આવ્યા પછી ઘણા મૂળભૂત ફેરફારો થયા છે.
આ ફેરફારો દ્વારા, તેલ પર અર્થતંત્રની ર્નિભરતા ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહિલાઓને વાહન ચલાવવાની છૂટ આપવા અને મૌલવીઓની સત્તાઓ પર અંકુશ જેવા નોંધપાત્ર ફેરફારો પણ થયા છે.HS1MS