Western Times News

Gujarati News

દારૂના નશામાં CRPF જવાને અંધાધૂંધ ફાયરિંગ કર્યું

બેગૂસરાય: બિહારના બેગૂસરાયમાં જમીનના વિવાદને લઈ થયેલા ફાયરિંગમાં ૬ વર્ષીય બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ફાયરિંગનો આરોપ સીઆરપીએફના જવાન પંકજ સિંહ પર લગાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ પંકજે દારૂના નશામાં પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી ફાયરિંગ કરી છે.

બિશનપુર નિવાસી રાજીવ સિંહે થોડા વર્ષ પહેલા હેમરામાં જમીન લઈને પોતાનું ઘર બનાવ્યું હતું પરંતુ હાલના દિવસોમાં સીઆરપીઅફના જવાન પંકજ સિંહ દ્વારા પણ ત્યાં થોડી જમીન ખરીદવામાં આવી.

જમીન ખરીદ્યા બાદ પંકજ સિંહે રાજીવ સિંહ તથા તેમના ભાઈ સંજય સિંહનો રસ્તો બંધ કરવાનો પ્રયાસ કર્યો જેનો આ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પીડિત પક્ષનો આરોપ છે કે તેનાથી આક્રોશિત થઈને મોડી સાંજે પંકજ સિંહ તથા તેના અડધો ડઝનથી વધુ સાથી દારૂ પીને પહોંચ્યા અને પહેલા ધમકાવ્યા લાગ્યા અને ત્યારબાદ આ લોકોએ લાઇસન્સવાળી પિસ્તોલથી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું.

પંકજ સિંહ દ્વારા પીડિત વિક્રમ રાજના પિતા રાજીવ કુમારને નિશાન બનાવવામાં આવ્યા હતા પરંતુ ગોળી વિક્રમ રાજને જઈને વાગી ગઈ. પરિવારે તાત્કાલિક બાળકને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યો છે.આ પણ વાંચો, કોણ છે મેહવિશ હયાત ઉર્ફે ‘ગેંગસ્ટર ગુડિયા’, જેને કહેવામાં આવી રહી છે દાઉદ ઈબ્રાહિમની નવી પ્રેમિકા! ફાયરિંગની ઘટના બાદ સૂચના મળતા જ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસમાં લાગી ગઈ છે. પરંતુ ત્યાં સુધીમાં આરોપી પંકજ સિંહ તથા તેના સાથી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસ આરોપી પંકજ સિંહની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.