Western Times News

Gujarati News

CRPFના જવાનોની સાબરમતી આશ્રમથી ઇન્ડિયા ગેટ નવી દિલ્હી સુધી સાયકલ રેલીનું  પ્રસ્થાન

સાબરમતી આશ્રમથી ઇન્ડીયા ગેટ-નવી દિલ્હી સુધી યોજાશે CRPF સાયકલ રેલી- CRPFના ૮૧ માં સ્થાપના દિવસ તા. ર૭ જુલાઇએ પાંચ મહિલા સહિતના ર૦ સાયકલવીરો દિલ્હી પહોચશે

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય અનામત પોલીસ દળ – સી.આર.પી.એફ.ની સાબરમતી આશ્રમથી નવી દિલ્હી ઇન્ડીયા ગેટ સુધીની સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવતાં દેશમાં આતંકવાદ – ઉગ્રવાદ સામે લડતા CRPF જવાનોને સમાજની શાંતિ-સલામતિ-સુરક્ષાના પ્રહરી ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, હવે CRPFના સાયકલવીરો સ્વચ્છતા, જળસંચય, સામાજીક સદ્દભાવના પ્રતિક પણ બન્યા છે.  મુખ્યમંત્રીશ્રીએ સી.આર.પી.એફ.ના ૮૧માં સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં યોજાયેલી સાયકલ રેલીને ઉમંગસભર માહોલમાં ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું.

CRPFના પ મહિલા કર્મીઓ સહિત ર૦ સાયકલવીરો સાબરમતી આશ્રમથી ઇન્ડીયા ગેટ ન્યૂ દિલ્હી સુધીની ૯૮ર કિ.મી.ની સફર પૂર્ણ કરી આગામી તા. ર૭ જુલાઇ CRPFના ૮૧માં સ્થાપના દિવસે દિલ્હી પહોચવાના છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ મહાત્મા ગાંધીની કર્મભૂમિ સાબરમતી આશ્રમથી દેશની રાજધાની દિલ્હીના ઇન્ડીયા ગેટ સુધીની આ રેલીને ગાંધી ૧પ૦ મી જન્મજ્યંતિ વર્ષના અવસરે ઉપયુકત ગણાવી સાયકલ વીરોને સફળતાની શુભેચ્છાઓ આપી હતી.  તેમણે ગુજરાત સહિત દેશમાં કુદરતી આપદાઓ તેમજ આફતો – સંકટમાં સલામતિ-શાંતિ બરકરાર રાખવામાં CRPFની અહેમ ભૂમિકાની સરાહના કરી હતી.

રેપિડ એકશન ફોર્સના આઇ.જી. શ્રી અરૂણકુમારે સ્વાગત પ્રવચનમાં આ રેલીનો હેતુ સ્પષ્ટ કરી CRPF-RAFની વિવિધ સેવાઓની ભૂમિકા આપી હતી. ૧૯૩૯માં તા. ર૭ જુલાઇએ સ્થપાયેલું આ દળ આજે ૩ લાખથી વધુ કર્મીઓમાં પરિવાર બની ગયું છે તેમ તેમણે જણાવ્યું હતું.  આ વેળાએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, સ્વાકના વડા એરમાર્શલ હરજિતસિંઘ અરોરા, કાયદો-વ્યવસ્થાના એડીશનલ ડી.જી.પી. શ્રી સંજ્ય શ્રીવાસ્તવ, સી.આર.પી.એફ ગાંધીનગરના ડી.આઇ.જી. શ્રી યાદવ તેમજ કોસ્ટગાર્ડ – નેવી – બી.એસ.એફ. સહિતના કેન્દ્રીય દળોના વરિષ્ઠ અફસરો – પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.