એવું તે શું થયું કે, CRPFના જવાને પોતાના સાથીઓ પર ગોળી ચલાવી, 4ના મોત
નવી દિલ્હી, છત્તીસગઢના સુકમા ખાતે સીઆરપીએફ 50 બટાલિયન કેમ્પ ખાતે ભારે મોટી ઘટના બની છે. હકીકતે કેમ્પના એક જવાને પોતાના જ સાથીદારો પર રાતે 1:00 વાગ્યે ગોળીબાર કર્યો હતો.
આ બનાવમાં 4 જવાનોના મોત થયા હતા અને 3 ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. #CRPF Constable Opens Fire With AK-47 In Chhattisgarh 4 Killed
જાણવા મળ્યા મુજબ ઘાયલ જવાનો પૈકી એકની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. સીઆરપીએફ કેમ્પના જે જવાન પર પોતાના સાથીદારો પર ગોળીબાર કરવાનો આરોપ છે તે મોડી રાતે નક્સલી ક્ષેત્રમાં ડ્યુટી પર તૈનાત હતો.
જાણવા મળ્યા મુજબ તે દરમિયાન જવાનો વચ્ચે કોઈ વાતે વિવાદ થયો હતો જેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.
ત્યાર બાદ સીઆરપીએફના જવાને પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં સીઆરપીએફના 4 જવાનોના મોત થયા છે અને સીઆરપીએફના અધિકારીઓએ કેસની તપાસ હાથ ધરી છે.
જોકે જવાને પોતાના સાથીદારો પર ગોળીબાર શા માટે કર્યો તે કારણ હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું.