દિલ્હીમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા CRPFના જવાનની ધરપકડ

નવી દિલ્હી, રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ સીઆરપીએફના એક એએસઆઈની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આક્ષેપમાં ધરપકડ કરી છે.
આરોપીને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને ૬ જૂન સુધી કસ્ટડીમાં મોકલ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય અર્ધસૈનિક દળ સીઆરપીએફે પોતાના એએસઆઈ મોતીરામ જાટને સસ્પેન્ડ કર્યાે છે.
સીઆરપીએફના કહેવા મુજબ, પ્રોટોકોલના ભંગ પછી એએસઆઈને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય એજન્સી સાથેના સમન્વયમાં સીઆરપીએફ કર્મઓની સોશ્યલ મીડિયા ગતિવિધિ પર નિરંતર દેખરેખ દરમિયાન, એએસઆઈ-જીડી રેન્કનો એક કર્મી નિયત માપદંડો અને પ્રોટોકોલનો ભંગ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
છેવટે આ મામલાને સીઆરપીએફે ગંભીર માન્યો અને આગળની તપાસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી – એનઆઈએને મોકલ્યો હતો. સાથે જ આરોપીને સીઆરપીએફના નિયમો હેઠળ નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.હિસારઃ પાકિસ્તાન માટે જાસૂસીના આરોપીમાં ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હાત્રાને હિસાર કોર્ટે ૧૪ દિવસ માટે જેલમાં મોકલી દીધી છે.
આ પહેલા જ્યારે પોલીસે જ્યોતિને કોર્ટમાં રજૂ કરી હતી, ત્યારે કોર્ટે જ્યોતિને ચાર દિવસના અને પછી પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા. આમ, ૯ દિવસના રિમાન્ડ પછી જ્યોતિને ૧૪ દિવસ માટે જેલમાં મોકલાઈ છે.
જ્યોતિના મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જ્યોતિ પાકિસ્તાન માટે જાસૂસી કરતી હોવાની લિંકનો ખુલાસો થયો છે.પાકિસ્તાનના એક યુટ્યુબર જીશાન હુસૈન સાથે પણ જ્યોતિની દોસ્તીનો ખુલાસો થયો છે.SS1MS