ક્રૂડ ઓઈલ નિકાસકારો રૂપિયામાં પેમેન્ટ લેવા માટે તૈયાર નથી
નવી દિલ્હી, ક્રૂડ ઓઈલની આયાત માટે રૂપિયામાં ચૂકવણી કરવાની ભારતની પહેલને અત્યાર સુધી બહુ સફળતા મળી નથી. સંસદની સ્થાયી સમિતિને આ માહિતી આપતા પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું કે સપ્લાયર્સે ભંડોળના પ્રત્યાવર્તન ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આંતરરાષ્ટ્રીય વેપાર પરંપરા હેઠળ, ક્રૂડ ઓઈલની આયાત માટેના તમામ કરારની ચુકવણી માટે પ્રચલિત ચલણ યુએસ ડોલર છે. જાે કે આરબીઆએ ભારતીય રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માટે ૧૧ જુલાઈ ૨૦૨૨એ રૂપિયામાં આયાત અને નિકાસ કરવાની મંજુરી આપી હતી.
જે અંતર્ગત અમુક દેશો સાથે બિન-તેલ વેપારમાં સફળતા મળી છે. પરંતુ ક્રૂડ ઓઈલ નિકાસકારો રૂપિયાથી દુર થઇ રહ્યા છે.
પેટ્રોલિયમ મંત્રાલય સંબંધિત સંસદીય સમિતિએ આ બાબતે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન જાહેર પેટ્રોલિયમ કંપનીએ ભારતીય રૂપિયામાં ક્રૂડ ઓઈલની આયાત માટે કોઈ ચુકવણી કરી નથી.
ક્રૂડ ઓઈલ સપ્લાય કરતા દેશોએ નાણાંને પસંદગીની કરન્સીમાં રૂપાંતરિત કરવા, સંબંધિત ઉચ્ચ વ્યવહાર ખર્ચ અને વિનિમય દરના જાેખમો અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ગયા અઠવાડિયે સંસદમાં રજૂ કરાયેલી સમિતિના અહેવાલના ઉલ્લેખ મુજબ જહેત ક્ષેત્રની ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને કહ્યું કે તેને ઉચ્ચ વ્યવહાર ખર્ચનો સામનો કરવો પડ્યો છે કારણ કે ક્રૂડ ઓઇલના સપ્લાયરો આઈઓસી પર વધારાના વ્યવહાર ખર્ચનો બોજ ઉઠાવી રહ્યા છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, ક્રૂડ ઓઈલ માટે ચૂકવણી ભારતીય રૂપિયામાં કરી શકાય છે, જાે કે સપ્લાયર્સ આ સંદર્ભમાં નિયમનકારી માર્ગદર્શિકાનું પાલન કરે. આ ઉપરાંત મંત્રાલયે જણાવ્યું કે હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ ભારતીય ચલણમાં ક્રૂડ ઓઈલ ખરીદવા માટે કોઈ કરાર કર્યા નથી.
ભારત દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો ઉર્જા ગ્રાહક છે તેમજ તેની મોટાભાગની જરૂરિયાતો પૂરી કરવા માટે આયાત પણ આધારિત છે.
મંત્રાલય તરફથી મળતી જાણકારી મુજબ ભારતની ખપત પ્રતિ દિવસ લગભગ ૫૫-૫૬ લાખ બેરલ છે. જેમાંથી રોજ ૪૬ લાખ બેરલની આયાત કરવામાં આવે છે, જે દુનિયામાં કુલ તેલ વેપારના લગભગ ૧૦ ટકા છે. SS2SS