ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો

નવી દિલ્હી, ક્રૂડના ભાવમાં સોમવારે સવારે ફરી એક વાર ભાવ ઘટાડો થયો છે. ઘરેલૂ બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા પાંચ મહિનામાંથી વધુમાં વધુ એક જ સ્તર પર ચાલી રહ્યા હતા. જાે કે છેલ્લા કેટલાય દિવસોથી ક્રૂડ ઓયલમાં ઉપરનીચે થઈ રહ્યું છે.
ઓગસ્ટ સપ્ટેમ્બરમાં રેકોર્ડ ઘટાડો જાેવા મળ્યો છે. તેમ છતાં પણ તેમાં તેજી જાેવા મળી રહી છે. રવિવારે જબરદસ્ત તેજી સાથે ક્રૂડના ભાવ ૧૦૦ ડોલરની નજીક પહોંચ્યા હતા. પણ સોમવારે સવારે તેમાં ફરી એક વાર ઘટાડો આવ્યો હતો.
ઓપેક દેશો તરફથી ઉત્પાદનમાં કાપ કરવાના ર્નિણય બાદ તેમાં તેજી જાેવા મળી રહી છે. સોમવારે સવારે ક્રૂડના ભાવમાં ફરીથી ઘટાડો જાેવા મળ્યો હતો. ઘરેલૂ બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા પાંચ મહિનાથી એક જ સ્તર પર બનેલા હતા.
રાજ્ય સ્તર પર પેટ્રોલ પર લાગતા ટેક્સના કારણે અલગ અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ હોય છે. પોતાના ફોનમાંથી RSP દ્વારા ભારતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આપ જાણી શકશો. તેના માટે ઈંડિયન ઓયલના ગ્રાહકો RSP કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર મોકલવાનું રહેશે. તમારા શહેરોને RSP કોડ જાણવા માટે અહીં ક્લિક કરો.