CSKના પાંચ ખેલાડી માટે આ સિઝન અંતિમ બની હશે
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થયાને એક મહિનાનો સમય થઈ ગયો છે. ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સ પોતાની અપેક્ષા પ્રમાણે શાનદાર પ્રદર્શન કરી શકી નથી. તે પ્લેઓફમાંથી બહાર થવાની કગાર પર છે. ૧૦ મેચમાં ફક્ત ૩ મેચમાં જીત મેળવી ૬ પોઇન્ટ સાથે તે સૌથી નીચલા ક્રમાંકે છે. આઈપીએલની ૧૩મી સિઝનમાં ધોનીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યા છે. યુવા ખેલાડીઓને તક નહીં આપવાથી લઈને સતત ખરાબ પ્રદર્શન કરનાર ખેલાડીઓને તક આપવાના કારણે ધોની પર સવાલ છે.
ટીમના અધિકતર ખેલાડીઓની ઉંમર ૩૦-૩૫ વર્ષની પાર છે. આવામાં ચેન્નઈના પાંચ ખેલાડીઓ એવા છે
ટીમના અધિકતર ખેલાડીઓની ઉંમર ૩૦-૩૫ વર્ષની પાર છે. આવામાં ચેન્નઈના પાંચ ખેલાડીઓ એવા છે જેમની આ આઈપીએલની સિઝન અંતિમ બની શકે છે. ગત સિઝનમાં લીડિંગ વિકેટ ઝડપનાર ઇમરાન તાહીર આ સિઝનમાં એકપણ મેચ રમ્યો નથી. તે સીએસકેનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. તે ૪૨ વર્ષનો છે. માનવામાં આવે છે કે તે અંતિમ આઈપીએલ રમી રહ્યો છે. આઈપીએલના ઇતિહાસના સફળ બોલર હરભજનની ઉંમર ૪૦ વર્ષ થઈ ગઈ છે. અંગત કારણોસર તે આ વખતે આઈપીએલમાંથી નામ પરત ખેંચી લીધું છે.
શેન વોટ્સને ૨૦૧૮-૧૯માં બતાવ્યું કે ફોર્મ અસ્થાયી છે
હરભજન નિયમિત રુપથી ક્રિકેટ રમતો નથી. સીએસકે સાથે તેનો ત્રણ વર્ષનો કરાર ખતમ થઈ રહ્યો છે અને લાગે છે કે તેને રિન્યૂ કરવામાં આવશે નહીં. શેન વોટ્સને ૨૦૧૮-૧૯માં બતાવ્યું કે ફોર્મ અસ્થાયી છે અને ક્લાસ સ્થાયી. જોકે આઈપીએલ-૨૦૨૦માં તે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શક્યો નથી. તેણે ૧૦ મેચમાં ૨૮૫ રન બનાવ્યા છે. તે ૩૯ વર્ષનો છે અને આગામી આઈપીએલમાં ના રમે તેવી સંભાવના છે.
જાધવ આ સિઝનમાં ખરાબ ફોર્મમાં છે. ૮ મેચમાં તેણે ૬૨ રન બનાવ્યા છે.
જાધવ આ સિઝનમાં ખરાબ ફોર્મમાં છે. ૮ મેચમાં તેણે ૬૨ રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ ૯૩.૯૩ની છે. તેનો બેસ્ટ સ્કોર ૨૬ રન છે. તે ૩૬ વર્ષનો થઈ ગયો છે. સીએસકે આઈપીએલ ૨૦૨૦ પછી તેને મુક્ત કરવા વિશે વિચારી શકે છે. વેસ્ટ ઇન્ડીઝનો દિગ્ગજ ઓલરાઉન્ડર સીએસકેનો સૌથી ઉપયોગી ખેલાડી છે. જોકે તેની ઉંમર ૩૭ વર્ષની થઈ ગઈ છે અને ઇજાથી ઝઝુમી રહ્યો છે. ફિટનેસ તેની એક સમસ્યા છે. આવામાં તેની આ અંતિમ આઈપીએલ બની શકે છે.