ભરૂચ સિવિલમાં 1.60 કરોડના ખર્ચે સીટી સ્કેન મશીનનો શુભારંભ

ખાનગી સીટી સ્કેન સેન્ટરમાં મોટી રકમ ખર્ચીને સીટી સ્કેન કરાવવા માટે જવામાંથી લોકોને રાહત મળશે
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડૉ.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂ.૧.૬ કરોડના ખર્ચે ૬૪ સ્લાઈસનુ સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાયો હતો.જેથી અકસ્માતમાં માથામાં થયેલા ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં જ સીટી સ્કેન કરાવવાની સુવિધાઓ નજીવા ખર્ચે મળી રહેનાર છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન જ્યાંથી ડો ડૉ.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલકો દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે ત્યારથી સિવિલ હોસ્પિટલમાં અનેક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે.જેમાં વધુ એક સુવિધાનો આજ રોજ શુભારંભ કરાયો છે.
ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો અને માર્ગ અકસ્માતોમાં અનેક લોકોને માથામાં ગંભીર ઈજાઓ પહોચતા તેમને ખાનગી સીટી સ્કેન સેન્ટરમાં મોટી રકમ ખર્ચીને સીટી સ્કેન કરાવવા માટે જવું પડતું હતું.
જેનું ધ્યાન રાખીને ડૉ.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા દર્દીઓ માટે ટ્રોમા સેન્ટર ખાતે રૂ.૧.૬ કરોડના ખર્ચે ૬૪ સ્લાઈસનુ અત્યાધુનિક સીટી સ્કેન મશીનનો મંગાવી તેનું ઈન્સ્ટોલેશન કરાવી આજ રોજ વિધિવત રીતે શુભારંભ કરાયો હતો. ડૉ.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડૉ.મિતેષ શાહના વરદ હસ્તે રિબિન કાપી શુભારંભ કરાયો હતો.
આ પ્રસંગે ડૉ.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એડમિનિસ્ટ્રેશન હેડ ડૉ.ગોપીકા મેખિયા અને ડૉ.પરાગ પંડ્યા સહિત મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
જઆ અંગે ડૉ.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડૉ.મિતેષ શાહે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,આ એક ૬૪ સ્લાઈસનુ અત્યાધુનિક સીટી સ્કેન મશીનને આજથી કાર્યકત કરવામાં આવ્યું છે.પરંતુ દર્દીઓ પાસે તેની ફિસ કઈ રીતે લેવી તે અંગે કલેકટર કચેરીમાં દરખાસ્ત કરવામાં આવી છે.જે સંકલન સમિતિમાં લેવાયા બાદ નક્કી કરવામાં આવશે.પરતું અમારી સંસ્થા દ્વારા લોકોને નજીવા દરે આ સુવિધા મળી રહે તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે.