મરચાની ખેતીએ ખેડૂતોને રોવડાવ્યાં, ઉત્પાદનમાં થયો ઘટાડો
મહેસાણા, મહેસાણા જિલ્લાનાં જોટાણા તાલુકાના ખેડૂત ભીખાભાઈ અંબાલાલ પટેલ છેલ્લાં ૪૦ વર્ષોથી ખેતી કરે છે. આ વર્ષે છ વિઘા જમીનમાં મરચાનું વાવેતર કર્યું છે. અગાઉ પ્રતિ વિઘે ૧૦૦ મણ જેટલું ઉત્પાદન લીધેલું છે. પરંતુ આ વર્ષે મરચીનાં પાકમાં વાયરસ અને બીજા રોગ આવતા ઉત્પાદનમાં ખુબ જ ઘટાડો થયો છે. જોટાણા તાલુકાના ખેડૂત ભીખાભાઈ અંબાલાલ પટેલની ૫૭ વર્ષની ઉંમર છે.
૪૦ વર્ષથી ખેતી કરે છે. ૪ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. ખૂબ નાની ઉંમરથી જ ખેતીમાં જોડાઈ ગયા હતા. છ વિઘાની જમીનમાં દેશી ડોડવા મરચાનું વાવેતર કર્યું છે.
જેની દેશી ધરું દર વર્ષે પોતે તૈયાર કરે છે. વાત કરતા જણાવ્યું હતું કે, જોટાણા ગામમાં લગભગ ૧૦૦ વર્ષોથી મરચાની ખેતી થાય છે અને અહીંની જમીન દેશી મરચાના વાવેતર માટે અનુકૂળ છે. ગામના લગભગ ૧૫ થી ૨૦ ખેડૂતો મરચાનું વાવેતર વધારે કરે છે. મરચાનું વેચાણ જોટાણા માર્કેટિંગ યાર્ડમાં કરે છે. જેમાં હાલ ખેડૂતોને પ્રતિ મણના હજાર રૂપિયાથી ઉપરના ભાવ મળી રહ્યા છે.
ખેડૂત ભીખાભાઈએ આ વખતે ૬ વિઘા જમીનમાં મરચાની ખેતી કરે છે અને ગયા વર્ષે ૧૦ વિઘા મરચામાંથી ૨૦૦૦ મણનું ઉત્પાદન મેળવીને પ્રતિ વિઘે ૧.૫ થી ૨ લાખની કમાણી કરી હતી.
પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલા ફેરફારોનાં કારણે વાયરસ, કથળી જેવા રોગનો સામનો કરવો પડ્યો હતો. જેના લીધે આવકમાં ઘટાડો અને ખર્ચમાં વધારો નોંધાયો છે. આ વર્ષે મરચાની પ્રતિ વિઘે આવક ઘટીને ૧૦૦ મણ જેટલા મરચાની સરેરાશ આવક મેળવી છે.SS1MS