કરજણના ખેડૂતે કરી લાલ કેળાની ખેતી, ખાવાના છે અનેક ફાયદા
વડોદરા, કરજણ તાલુકાના વેમાર ગામ ખાતે આવેલી ૪૦ એકર જમીનમાં રાકેશભાઈ પેટેલ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. ખેડૂત રાકેશભાઈ પટેલ ગૌમૂત્ર અને નેચરલ ફાર્મિંગ કોન્સેપ્ટથી ફળોની ખેતી કરી સારી ઉપજ મેળવી રહ્યા છે.
હાલ તેઓ ૪૦ એકર જમીનમાં ૨૫ પ્રકારના ફળોની ખેતી કરી છે. ખેતરમાં હાલ આંબા, કેળા, પપૈયા, તરબૂચ, તાડ, લોગન, સફરજન, ચારોળી, નારીયેળી, ચીકુ, મોસંબી, સરગવો, જામફળ, સફેદ જાંબુની ખેતી કરેલી છે. હાલ તેમને લાલ કલરના કેળાની ખેતી કરી છે.
રાકેશભાઈ પટેલ ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. તેઓ છેલ્લા ૧૦ વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલ તેમનો પુત્ર પણ ખેતીમાં મદદ કરે છે. રાકેશભાઈ અને તેમનો પુત્ર તપસ્વી પટેલ ૪૦ એકર જમીનમાં ૨૫ પ્રકારના ફળોની ખેતી કરે છે. હાલ ૨૫૦ જેટલા લાલ કેળાના રોપા વાવેલા છે.
બીજા ૫૦ જેટલા દેશી અને ઈલાયચી કેળા વાવેલા છે. ઉલ્લેખનીય છે કે, રાકેશભાઈનના પિતા અને દાદા પણ ખેતી કરતા હતા. રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, લાલ કેળાની ખેતી આજ સુધી ગુજરાતમાં કરવામાં આવી નથી . પ્રથમ વખત વડોદરામાં લાલ કેળાની ખેતી કરવામાં આવી છે.
લાલ કેળાની ખેતી કરવા માટે તેમણે દક્ષિણ ભારતમાંથી લાલ કેળાના ટીશ્યુ મંગાવ્યા હતા. લાલ કેળાની ખાસ વાત એ છે કે, તેની છાલ ભલે લાલ કલરની હોય છે પરંતુ તેનો અંદરનો ભાગ પિંક કલરનો હોય છે.
લાલ કેળા ખાવાથી અનેક ફાયદા થાય છે જેમ કે, આંખની બીમારી દૂર થાય, મેટાબોલિઝમમાં વધારો કરે, પેટની ઇમ્યુનિટી સિસ્ટમ સારી કરે, ભરપૂર માત્રામાં કેÂલ્શયમ આપે, એનિમાનો રોગ દૂર કરે, હૃદય માટે પણ ઉપયોગી સાબિત થાય છે લાલ કેળા.
હાલ બજારમાં એક નંગ લાલ કેળાનો ભાવ લગભગ ૧૫ થી ૨૦ રૂપિયા છે. હાલ રાકેશભાઈ પટેલે ૧૫ એકર જમીનમાં પપૈયાના ૧૫૦૦૦ જેટલા છોડ વાવ્યા છે.
એક છોડ પર ૪૦ થી ૫૦ કિલો પપૈયાનું ઉત્પાદન થઈ રહ્યું છે. હાલ બજારમાં ૧૦ રૂપિયા કિલોના ભાવે પપૈયા વેચાઈ રહ્યા છે. તેઓ પપૈયા પંજાબ, હરિયાણા, હૈદરાબાદ, દુબઈ, કાશ્મીર, હરિદ્વાર પણ મોકલે છે.SS1MS