Western Times News

Gujarati News

ડીસા-પાલનપુર APMCમાં જીરું-વરિયાળીના રેટ હાઈ

ડીસા, જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી, સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડમાં વેચી સારી આવક મેળવતા હોય છે.

ત્યારે આજે ૧૪ માર્ચના રોજ ડીસા-પાલનપુર માર્કેટયાર્ડમાં એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, ગવાર, ચણા, જીરું, વરિયાળી, મકાઈ, પાકની આવક નોંધાઇ હતી જેમાં સૌથી ઉંચા જીરું અને વરિયાળીનો ભાવ બોલાયો હતો. આજે ડીસા માર્કેટયાર્ડમાં એરંડાની ૭૭૮ બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ ૨૦ કિલોના ૧૧૭૨ રૂપિયાનો ભાવ બોલાયો હતો.

પાલનપુર માર્કેટયાડમાં એરંડાની ૧૪૯૧ બોરીની આવક જેમાં પ્રતિ ૨૦ કિલોના ૧૧૮૬ રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં રાયડાની ૬૮૪૨ બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ ૨૦ કિલોના ૧૦૩૧ રૂપિયાનો ભાવ બોલાયો હતો. પાલનપુર માર્કેટયાડમાં રાયડાની ૨૫૧૪ બોરીની આવક જેમાં પ્રતિ ૨૦.કિલોના ૧૦૨૭ રૂપિયાનો ભાવ બોલાયો.

ડીસા માર્કેટયાર્ડમાં ઘઉંની ૪૪ બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ ૨૦ કિલોના ૫૭૬ રૂપિયાનો ભાવ બોલાયો હતો. પાલનપુર માર્કેટયાડમાં ઘઉંની ૨૭૭ બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ ૨૦ કિલોના ૫૫૮ રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં બાજરીની આજે ૫૩૯ બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ ૨૦ કિલોના ૫૨૮ રૂપિયાનો ભાવ બોલાયો હતો.

પાલનપુર માર્કેટયાડમાં બાજરીની ૩૧ બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ ૨૦ કિલોના ૪૮૫ રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની ૧૮૮૦ બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ ૨૦ કિલોના ૧૩૧૧ રૂપિયાનો ભાવ બોલાયો હતો.

પાલનપુર માર્કેટયાડમાં રાજગરાની ૯૭૭ બોરીની આવક નોંધાઇ પ્રતિ ૨૦ કિલોના ૧૩૧૨ રૂપિયાનો ભાવ બોલાયો હતો. પાલનપુર માર્કેટયાર્ડમાં ગવારની આજે ૧૦ બોરીની આવક નોંધાઇ જેમાં ભાવ પ્રતિ ૨૦ કિલોના ૯૩૧ રૂપિયા બોલાયો હતો.

ડીસા માર્કેટયાર્ડમાં આજે જીરુંની ૧૭૧ બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ ૨૦ કિલોના ૫૧૭૫ રૂપિયાનો ભાવ બોલાયો હતો. પાલનપુર માર્કેટયાર્ડમાં ચણાની ૪૨ બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ ૨૦ કિલોના ૧૦૬૦ રૂપિયાનો ભાવ બોલાયો હતો.

પાલનપુર માર્કેટયાર્ડમાં વરિયાળીની ૩૩ બોરીની આવક નોંધાઇ હતી. પ્રતિ ૨૦ કિલોના ૪૨૫૦ રૂપિયાનો ભાવ બોલાયો હતો. પાલનપુર માર્કેટયાડમાં મકાઈની ૧૦ બોરીની આવક પ્રતિ ૨૦ કિલોના ૫૧૫ રૂપિયાનો ભાવ બોલાયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.