જીરુંના ભાવે ગુજરાતમાં નવો રેકોર્ડ બનાવ્યો
જૂનાગઢ, જિલ્લામાં ઘઉં લોકવન, ઘઉં ટુકડા, ચણા ,તુવેર, મગફળી ,સિંગ ફાડા, એરંડા જીરું ,ધાણા, મગ, સોયાબીન ,મેથી ,સફેદ ચણા સહિતના પાકોની આવક થઈ રહી છે.
માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ ૧૪૬૮ ક્વિન્ટલ તુવેરની આવક નોંધાઇ છે.જૂનાગઢ યાર્ડમાં ચણાની ૩૪૫ ક્વિન્ટલ આવક સામે ઊંચો ભાવ ૯૬૦ , તુવેરની ૧૪૬૮ ક્વિન્ટલ આવક સામે મણનો ઊંચો ભાવ ૧૭૦૭ મળ્યો હતો.
માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં લોકવનની ૮૦૦ ક્વિન્ટલ આવક સામે ઊંચો ભાવ ૪૬૮ , ઘઉં ટુકડા ૧૪૦ ક્વિન્ટલ આવક સામે ઊંચો ભાવ ૫૧૩, ચણા ૩૪૫ ક્વિન્ટલ આવક સામે ઊંચો ભાવ ૯૬૦, તુવેર ૧૪૬૮ ક્વિન્ટલ આવક સામે ઉંચો ભાવ ૧૭૦૭, મગફળી જાડી ૨૯૦ ક્વિન્ટલ આવક સામે ઉંચો ભાવ ૧૩૯૦, એરંડાની ૧૮૪ ક્વિન્ટલ આવક સામે ઉંચો ભાવ ૧૧૫૯, ધાણાની ૧૪૭૮ ક્વિન્ટલ આવક સામે ઊંચો ભાવ ૧૨૯૯, અને સોયાબીનની ૪૧૨ ક્વિન્ટલની આવક સામે ઊંચો ભાવ ૧૦૩૬ નોંધાયો હતો. આજે મોટા ભાગની જણસીમાં ખેડૂતોને એક મણનો ભાવ રૂપિયા ૧હજારની આસપાસ મળ્યો હતો.
જેમાં ખેડૂતોને સૌથી વધુ ભાવ જીરુંમાં જાેવા મળ્યો છે આજે ૨૬ ક્વિન્ટલ જીરુંની આવક સામે જીરાનો ઊંચો ભાવ ૮૦૭૦, નીચો ભાવ ૫૦૦૦ અને સામાન્ય ભાવ ૭૦૦૦ રહ્યો હતો. જેથી ખેડૂતોમાં પણ ખુશી જાેવા મળી હતી. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ આવક ધાણાની ૧૪૭૮ ક્વિન્ટલ આવક નોંધાઇ છે.
જ્યારે સૌથી વધુ ભાવ જીરાનો રહ્યો એક મણનો ૮૦૭૦ ભાવ નોંધાયો છે. આજે ઘઉં લોકવન, ટુકડા, ચણા,અડદ, તુવેર, મગફળી, સિંગ ફાડા, એરંડા, તલ, કાળા તલ, જીરું, ધાણા, મગ, સોયાબીન, મેથી, વટાણા, સફેદ ચણા ,વરિયાળી, રજકો અને કલોંજીની આવક નોંધાઇ છે.SS1MS