Western Times News

Gujarati News

કસ્ટમર કેરનો નંબર ગુગલમાંથી શોધવાની ભૂલ ભારે પડી શકે છે!

વૃદ્ધે ઓનલાઈન કસ્ટમર કેર નંબર મેળવી કોલ કરતાં રૂ.૯.૮૩ લાખ ટ્રાન્સફર થઈ ગયા

(એજન્સી)અમદાવાદ, શહેરમાં રહેતા એક સિનિયર સિટીઝને આઈઆરસીટીસી (IRCTC) ની એપ્લિકેશનમાં વોલેટમાં નાણાં જમા કરાવવા પ્રયાસ કર્યો હતો. જો કે, પેમેન્ટ ન થતાં તેમણે ઓનલાઈન IRCTCનો હેલ્પલાઈન નંબર મેળવીને ફોન કર્યો ત્યારે સાયબર ફ્રોડ કરનાર ગેંગ સાથે તેમનો ભેટો થયો હતો.

આરોપીઓએ આઈઆરસીટીસી હેલ્પ લાઈનમાં વાત કરતા હોવાનું જણાવીને મેસેજ કરીને એપ્લિકેશનની પીડીએફ મોકલી હતી જેમાં વૃદ્ધે બેન્ક એકાઉન્ટની વિગતો ભરી હતી. બાદ ગઠિયાઓએ તેમનો ફોન હેક કરીને ૯.૮૩ લાખ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને છેતરપિંડી આચરી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જૂના વાડજમાં રહેતા ૬૬ વર્ષીય દીપકભાઈ પરીખ વીમા કંપનીમાંથી નિવૃત્ત થયા છે. તા.૩ જાન્યુઆરીએ તે આઈઆરસીટીસીની એપ્લિકેશન મારફતે તેમના વોલેટમાં પૈસા જમા કરાવતા હતા પરંતુ પૈસા જમા થતાં ન હતા તેથી તેમણે ફોનમાં સર્ચ કરીને આઈઆરસીટીસીના કસ્ટમર કેર નંબર ઉપર ફોન કર્યો હતો. ફોન પર વાત કરનાર સામેવાળી વ્યક્તિએ આઈઆરસીટીસીના કસ્ટમર કેરમાંથી વાત કરતો હોવાનું કહીને દીપકભાઈને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા જણાવ્યું હતું.

બાદમાં ગઠિયાઓએ બેન્કની વિગતો મેળવીને વોટ્‌સએપ પર મેસેજ કરીને એક એપ્લિકેશનની પીડીએફ મોકલી હતી. પીડીએફ ઓપન કરતાં દીપકભાઈએ વિગતો ભરી હતી જેમાં ડેબિટ કાર્ડનો નંબર, સીવીસી નંબર, મોબાઈલ નંબર નાંખીને સબમીટ કર્યું હતું. આ દરમિયાન સામેવાળી વ્યક્તિએ તેમને ફોનમાં વ્યસ્ત રાખ્યા હતા. થોડા સમય બાદ દીપકભાઈ બેન્ક બેલેન્સ ચેક કરતાં

તેમના બેન્કના ખાતામાંથી પ લાખ, રૂ.૩.૯૮ લાખ અને ૮પ હજાર એક કુલ ૯.૮૩ લાખ અલગ અલગ લોકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. દીપકભાઈએ બેન્કના ડાયરેકટરને મેસેજ બતાવતા ફોન હેક કરીને ગઠિયાએ છેતરપિંડી આચરી હોવાનું જણાવતા આ મામલે સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.