મમતા બેનર્જીને એવું તે શું થયું કે ગુસ્સામાં બોલ્યા “મારૂં માથું કાપી લો”
કોલકાતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગઈકાલે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગ પર અડગ રહેલા રાજ્ય સરકારના કર્મચારીઓને કડક શબ્દોમાં કહ્યું કે,
કેન્દ્ર સરકાર જેટલા મોંઘવારી ભથ્થા આપવું શક્ય નથી જાે પ્રદર્શનકારીઓ સંતુષ્ટ નથી તો મારું માથું કાપી શકે છે. બંગાળમાં મોટી સંખ્યામાં રાજ્ય કર્મચારીઓ મોંઘવારી ભથ્થા વધારવા માટે પ્રદર્શન કરી રહ્યા છે.
મમતા બેનર્જીએ વિધાનસભામાં વિસ્તૃત બજેટ સત્રમાં વાત કરી હતી. તેમણે કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારના પગાર માળખામાં તફાવતનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે રાજ્યમાં ટીએમસી સરકાર પહેલાથી જ તેના કર્મચારીઓને ૧૦૫ ટકા ડીએઆપી રહી છે. તેમણે કહ્યું કે, આંદોલન કરનારા સરકારી કર્મચારીઓ કેટલું જાેઈએ છે?
તમને કેટલું સંતુષ્ટ કરશે? જાે તમે તેનાથી ખુશ નથી તો તમે મારૂ માથુ કાપી શકો છો. પરંતુ હું કેન્દ્ર સરકારને બરાબર ડીએ આપી શકીશ નહીં. SS2.PG