જન્મદિને તલવારથી કેક કાપીઃ પોલીસે જેલની હવા ખવડાવી

ઉનાના કાળાપણ ગામે રહેતો પરેશ કરશનભાઈ મજીઠીયાએ સોશિયલ મીડિયા પર જન્મદિન નિમિત્તે તલવારથી કેક કાપી વીડિયો વાયરલ કરેલ હતો. જે વીડિયો આધારે પોલીસે તપાસ હાથ ધરી શખ્સને ગણતરીના કલાકોમાં સર્વેલન્સ સ્ક્વોર્ડ પોલીસે બાતમી આધારે કાળાપાણ ગામના ઝાંપા પાસેથી તલવાર સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
હાલમાં સોશિયલ મીડિયા પર એક શખ્સ જન્મદિન નિમિત્તે તલવારથી કેક કાપતો હોવાનો વીડિયો વાયરલ થતા આ શખ્સને શોધી કાઢી તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા મદદનીશ પોલીસ અધિક્ષક જીતેન્દ્ર અગ્રવાલ તેમજ ઉના પીઆઇ એમ.એન. રાણાની સૂચનાથી સર્વેલન્સ સ્ક્વોર્ડના પીએસઆઈ એચ.એલ. જેબલિયાના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફે વીડિયો બાબતે ખરાઈ કરી હતી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન આ શખ્સને બાતમી આધારે હથિયાર સાથે ઝડપી પાડયો હતો.