CVM યુનિવર્સિટી દ્વારા ૧૨ માં ધોરણના વિદ્યાર્થીઓને કૅરિયર ગાઈડન્સ માટે ત્રણ દિવસીય એજ્યુકેશન ફેરનું આયોજન
વલ્લભ વિદ્યાનગર સ્થિત અને ગુજરાત ના સૌથી જુના અને ૭૫ વર્ષનો બહોળો શૈક્ષણિક વારસો ધરાવતા ટ્રસ્ટ ચારૂતર વિદ્યા મંડળ સાથે સંકળાયેલ, સીવીએમ યુનિવર્સિટી દ્વારા તારીખ ૬, ૭, અને ૮ ઓગષ્ટ ના રોજ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવેલ છે.
આણંદ- વિદ્યાનગર રોડ પર આવેલ વી એન્ડ સી પટેલ સ્કૂલ ના સંકુલ માં આયોજિત આ ફેર, આ દિવસો, માં સાંજે ૪ થી ૯, તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ખુલ્લો રહેશે. આ ફેરમાં ૧૦ અને ૧૨ માં ધોરણ પછી શ્રેષ્ઠ અભ્યાસક્રમ તેમજ ઉત્તમ વ્યવસાય ની પસંદગી કરવા માટે વિદ્યાર્થીઓ ને માહિતી આપવા માં આવશે. સાથે આ શૈક્ષિણીક મેળા માં ઓનલાઇન ના મધ્યમ થી પણ માર્ગદર્શન આપવામાં આવસે.
અત્રે નોંધનીય છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી), ભારત સરકારના યુજીસી અધિનિયમ ૧૯૫૬ ની કલમ ૨૨ હેઠળ સીવીએમ યુનિવર્સિટીને વર્ષ ૨૦૧૯ થી ડિગ્રી આપવાની સત્તા આપી છે. સીવીએમ યુનિવર્સિટી નો ઉદ્દેશ નવી આવનારી પેઢીઓના ભવિષ્યને સરદાર પટેલ ની પ્રેરણાઓ દ્વારા પ્રકાશિત કરવાનો છે.
જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાન ના સૂત્ર સાથે શૈક્ષણિક સેવા માં સક્રિય અને ૬૦૦ એકર માં ફેલાયેલ સીવીએમ યુનિવર્સિટી હાલમાં, ૨૯ કોન્સ્ટિટ્યુએન્ટ કોલેજો / સંસ્થાઓ, આઠ ફેકલ્ટી, ચાર મુખ્ય કેન્દ્રો / સેલ, અને આશરે ૨૨૦૦૦ થી વધુ ની વિદ્યાર્થી સંખ્યા હેઠળના અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રજ્યુએશન થી ડોક્ટરલ (પીએચ ડી) સુધીના ૧૫૦ થી વધુ પ્રોગ્રામ્સ પ્રદાન કરે છે. આ પ્રોગ્રામ ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, ફાર્મસી, પ્યોર અને એપ્લાઇડ સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ, વાણિજ્ય, વિનયન, વ્યવસ્થાપન, કાયદો અને આયુર્વેદ સાથે જોડાયેલ વિવિધ શાખાઓમાં આપવામાં આવે છે.
ઉચ્ચ શિક્ષણ ની મહત્વાકાંક્ષા ધરાવતા તેમજ વિશ્વ સ્તરીય અભ્યાસ ની સાથે સર્વાંગી વિકાસ ને પ્રાધાન્ય આપતા વાલી -વિદ્યાર્થીઓ આ ફેર ની મુલાકાત લઇ શકે છે. ટૂંક સમય માં આ સુંવુધાનો લાભ સીવીએમ યુનિવર્સિટી ના વર્ચ્યુલ પ્લેટફોર્મ દ્વારા પણ મેળવી શકાશે.
ચારુતર વિદ્યા મંડળ અને સીવીએમ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઇ પટેલ , વાઈસ પ્રેસિડેન્ટ શ્રી મનીષભાઈ પટેલ, સેક્રેટરી શ્રી એસ જી પટેલ, માનદ સહમંત્રીઓ શ્રી રમેશભાઈ તલાટી, શ્રી મેહુલભાઈ પટેલ, શ્રી વિશાલભાઈ પટેલે આ કાર્ય ને બિરદાવીને સર્વે ને ભાવભીનું આમત્રણ પાઠવે છે.