સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ૭૪ વ્યક્તિઓને રૂ.૫૦.૮૩ લાખ પરત અપાયા
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જીલ્લાના સાયબર ફ્રોડના ભોગ બનેલ નાગરિકો પૈકી કુલ-૭૪ અરજદારોને રૂ. ૫૦,૮૩,૪૪૯/- પરત અપાવવા કોર્ટના હુકમો મેળવી જીલ્લાના અરજદારોના ખાતામાં નાણા જમા કરાવવા માટે સાયબર ક્રાઇમ સેલ એ આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજીયો હતો
ખેડા જીલ્લાના નાગરિકો સાથે સાયબર ફ્રોડ થતા તેઓ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ઉપર કોલ કરી પોતાની નોંધાવેલ ફરીયાદ અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ગાંધીનગર દ્વારા અલગ અલગ રાજ્યોની બેંકોના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ ફ્રિઝ કરાવેલ
જે રકમ નાગરિકોને રિફંડ અપાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નડીયાદ દ્વારા લોક અદાલતમાં અરજી દાખલ કરી ખેડા જીલ્લાના સાયબર ફ્રોડના ભોગ બનેલ નાગરિકો પૈકી કુલ-૭૪ અરજદારોને રૂ. ૫૦,૮૩,૪૪૯/- પરત અપાવવા કોર્ટના હુકમો મેળવી જીલ્લાના અરજદારોના ખાતામાં નાણા પરત જમા કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
નડીઆદ કોમ્યુનિટી હોલ ખાતે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ની હાજરીમાં સાયબર કાઇમના ભોગ બનેલ કુલ-૭૪ અરજદારોને રૂ. ૫૦,૮૩,૪૪૯/- પરત અપાવવા કોર્ટ હુકમ મેળવી, કોર્ટ ઓર્ડરની કોપી અરજદારોને આપવામાં આવી હતી.