સુરેન્દ્રનગરના બે આરોપીઓ ઓનલાઈન ઠગાઈ કેસમાં ઝડપાયાઃ ૩૦ કરોડના આર્થિક વ્યવહારો મળ્યા
૩૦ કરોડની ઠગાઈની તપાસ ભાવનગર સુધી લંબાઈ: સુરેન્દ્રનગરના બે આરોપી ઝબ્બે
ગાંધીનગર દંપતીના ડિજિટલ અરેસ્ટ કેસમાં સુરેન્દ્રનગરના બે આરોપી ઝબ્બે -૩૦ કરોડની ઠગાઈની તપાસ ભાવનગર સુધી લંબાઈ
સુરેન્દ્રનગર, ગાંધીનગરના સરગાસણના એક દંપતીને મની લોડરિંગની ધમકી આપીને ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા અઢી લાખ ઓન લાઈન ટ્રાન્સફર કરાવવાના કેસમાં પોલીસે સુરેન્દ્રનગરથી બે શખ્સોને દબોચી લીધા હતા. આ કેસની તપાસ ભાવનગર સુધી લંબાઈ છે.
ગાંધીનગરના સરગાસણના દંપતીને ર૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી ડિઝિટલ એરેસ્ટ કર્યા હોવાનું કહીને તેમને વોટસએપ અને વીડિયો કોલ દ્વારા ડરાવી-ધમકાવીને પ૬એફઆઈઆર બતાવી હતી તેમજ પોલીસ, રાજકારણી અને બેંક કર્મ્ચારીઓની સંડોવણી હોવાનું કહ્યું હતું અને રૂપિયા અઢી લાખની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી હતી.
આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે સુરેન્દ્રનગરના જોરાવરનગરથી ભાવેશ નિમાવત (રહે. જોરાવનગર) તેમજ યશ દંગી (રહે. જોરાવનગર)ની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ ૪૦-૪પ જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા, જેમાં તપાસ દરમિયાન ૩૦ કરોડના આર્થિક વ્યવહારો મળી આવ્યા છે.
પોલીસને સુત્રધાર ભાવેશની પુછપરછમાં જાણવા મળ્યું કે, ઠગાઈના પૈસા મેળવ્યા બાદ તેઓ બે ટકા કમિશન રાખી બાકીની રકમ ભાવનગરના ગઢવી નામના વ્યક્તિને આંગડિયા મારફતે મોકલી આપતા હતા. પોલીસ રિમાન્ડ દરમિયાન એવી હકીકત મળી હતી કે, આરોપી ભાવેશ માસ્ટર માઈન્ડ છે. દંપતીએ ઈન્ફોસિટી બ્રાન્ચમાંથી સવારે ૧૧ વાગે પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને ૧ર વાગે આ પૈસા છત્તીસગઢની બેંકના એકાઉન્ટમાં જમા થયા હતા હતા
એ જ પૈસા ૧ર.૩૦ કલાકે રાજકોટના બેંક એકાઉન્ટમાં આવ્યા હતા. એ વખતે અગાઉથી ત્યાં હાજર ભાવેશ અને યશે ચેકથી પૈસા વિડ્રો કરી એમાંથી બે ટકા કમિશન કાપી લઈ બાકીના પૈસા ભાવનગર ગઢવી અટકવાળા ઈસમને આંગડીયા મારફતે મોકલી દીધા હતા.