કૉલ, મેસેજ કે કોઈ લિંક પર ક્લિક કર્યા વિના ખાતામાંથી ૩૭ લાખ ઉપડી ગયા
(એજન્સી)મહેસાણા, મહેસાણામાં કોઈ ઓટીપી શેર કર્યા વિના કે પછી કોઈ અજાણી લિંકને ખોલ્યા વિના જ એક બિલ્ડરના ખાતામાંથી લાખો રૂપિયાની રકમ ગાયબ થઈ ગયાની ઘટના બની છે. મળતી માહિતી મહેસાણાના ઉર્વી કન્સ્ટ્રક્શન કંપનીના બિલ્ડર દુષ્યંત પટેલના ફોનમાં ઓટીપી શેર વિના સાથે બેંક ખાતામાંથી ૩૭ લાખ રૂપિયાની ઠગાઇ થઇ છે.
બેંકમાં ખાતાની વિગત જાણવા બેંકમાં ગયા પણ ત્યા તેને કોઇ સંતોષજનક જવાબ ન મળતા આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કોઈને ઓટીપી શેર કર્યા બાદ બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જવાના અનેક કિસ્સા તો આપણે સાંભળ્યા છે.પરંતુ મહેસાણામાં કોઈ ઓટીપી શેર કર્યા વિના કે પછી કોઈ અજાણી લિંક ને ખોલ્યા વિના જ એક બિલ્ડરના ખાતામાંથી લાખો રૂપિયાની રકમ ગાયબ થઈ ગઈ છે.
એક જ દિવસમાં દસ મિનિટમાં સી સી એકાઉન્ટમાંથી ૩૭ લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા આખો મામલો સામે આવ્યો છે. આ મામલે બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને બિલ્ડરની ફરિયાદ બાદ પોલીસે વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલી રકમ સ્ટોપ કરી દીધી છે.
જાે કે આટલી મોટી રકમ કેવી રીતે અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ તેનો જવાબ પોલીસ પાસે નથી.દુષ્યંતભાઈ મહેસાણાના રાધનપુર રોડ ઉપર સાકેત બીજનેશ હબ ખાતે ઉર્વી કન્સ્ટ્રકશન કંપની નામની ઓફિસ ધરાવે છે અને ધંધાકીય કામકાજ માટે મહેસાણા સ્થિત આઈ સી આઈ સી આઈ બેંકમાં દુષ્યંતભાઈએ સીસી એકાઉન્ટ ખોલાવ્યું છે.
દુષ્યંતભાઈ વ્યવસાયે બિલ્ડર છે અને તેઓ વ્યવસાયે બિલ્ડર હોવાને કારણે પોતાના એકાઉન્ટ ની વિગત ખૂબ જ ખાનગી રહે તેનો સંપૂર્ણ ખ્યાલ રાખતા આવ્યા છે. આમ છતાં દુષ્યંતભાઈના એકાઉન્ટમાંથી એક જ દિવસમાં ૩૭ લાખ રૂપિયા જેટલી રકમ આઈસીઆઈસીઆઈ બેંક્ના અન્ય કોઈકના ખાતા નંબરમાં ટ્રાન્સફર થઇ જતા તેઓ અજીબો ગરીબ ઠગાઈનો ભોગ બન્યા છે.