સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોને ૪.૪૦ કરોડ પરત કરવા લોક અદાલતનો આદેશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/Cyber-1024x673.jpg)
(પ્રતિનિધિ) ગાંધીનગર, સાયબર ક્રાઇમ નો ભોગ બનનાર અરજદારોના ૩૬ કરોડથી વધુની રકમના બ્લોક કરેલા રૂપિયા પાછા મળે તે માટે આયોજિત લોક અદાલત મારફતે કોર્ટ દ્વારા ૨૧૬૫ કોર્ટ ઓર્ડર કરવામાં આવ્યા છે જે પૈકી ૪.૪૦ કરોડ ની રકમ છૂટી કરવાના આદેશ અદાલત દ્વારા થયા છે.
નાણાકીય છેતરપિંડી નો ભોગ બનનાર અરજદારની મદદ માટે ગુજરાત પોલીસ ના સાયબર ક્રાઇમ દ્વારા ૧૯૩૦ નંબરની હેલ્પલાઇન તેમજ અશ્વત પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યું હતું ત્યારે સાયબર ક્રાઇમ નો ભોગ બનનાર ફરિયાદીના નાણા જે તે બેંકમાં ફ્રીજ કરવામાં આવે છે
ત્યારે બ્લોક કરેલા આ નાણા અરજદારને પરત કરવા માટે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે ત્યારે ષ્ઠૈઙ્ઘ ક્રાઈમ દ્વારા શરૂ કરેલા પાયલોટ પ્રોજેક્ટમાં ૭૧૫ મળી હતી જેમાં ૨૬ જુન ૨૦૨૦ ના રોજ યોજાયેલી લોક અદાલતમાં ૪૭૫ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે
તો બીજી તરફ આ અરજીઓ પૈકી ૭૬ લાખ રૂપિયાની રકમ પરત આપવા માટેના કોર્ટે સંલગ્ન બેંકોને હુકમ કર્યો છે છે કે આ કામગીરી પછી ષ્ઠૈઙ્ઘ સાઇબર ક્રાઇમ દ્વારા અસરકારક આ મિલના ભાગરૂપે ડીસ્ટ્રીક સર્વિસ ઓથોરિટી દ્વારા યોજાયેલી ખાસ વિડિયો કોન્ફરન્સમાં આ કામગીરી વેગવાન બનાવવામાં આવી હતી
રાજ્યના જિલ્લાઓમાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર નાગરિકોના પૈસા પરત મળે તે માટે તબક્કાવાર મળેલી વિવિધ બેઠકોના અંતે ગત ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ ની મળેલી લોક અદાલતમાં અત્યાર સુધીના કોર્ટ ઓર્ડર થયા છે જેમાં ૪,૪૦,૪૯,૫૦૬ (૪.૪૦) કરોડ ની રકમ અરજદારની પરત કરવાના આદેશ કોર્ટ દ્વારા થયા છે કે હજુ પણ આ કામગીરી અસરકારક કરવામાં આવશે.