લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી વિદેશથી ટ્રાન્જેકશન કરવાના કૌભાંડનો પર્દાફાશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/2109-bharuch-1.jpg)
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચમાં એસઓજી પોલીસની છેલ્લા પાંચ ,મહિનાની જીણવટભરી તપાસ છે ક દુબઈ સુધી પહોંચી છે.ભરૂચની એક બેંકના મેનેજરે ખાતેદાર બેંક એકાઉન્ટ ખોલાવતા અને એકાઉન્ટમાં પાસબુક,ચેકબુક અને એટીએમ મળી ગયા બાદ બેંકમાં આપેલ મોબાઈલ નંબર બંધ થઈ જતા હોવાની અરજી આપતા તપાસ એસઓજી પોલીસે કરતા એક મહિલાનું બેંક એકાઉન્ટ ખુલ્યું હોય
અને તેણીને ગઠીયાએ ૧૦ હજારની લાલચ આપી ડોક્યુમેન્ટ મેળવ્યા હોવાનો ભાંડો ફૂટતા તપાસનો રેલો ભરૂચ સાથે સુરત અને દુબઈ સુધી રેલો પહોંચ્યો છે અને બેંક એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરી મોટી રકમોનું વિદેશી ટ્રાન્જેક્શન થતું હોવાનો હોવાનો વિસ્ફોટ થતા ગુનો દાખલ કરી સુરતના એકની અટકાયત કરી વધુ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલી એક બેંકમાં ૪૨ બેંક એકાઉન્ટો ખુલ્યા હતા અને આ બેંક એકાઉન્ટોમાં જે મોબાઈલ નંબર દર્શાવવામાં આવતા હતા તે નંબરો જે નામથી બેંક એકાઉન્ટ ખુલ્યા હોય તેમને એટીએમ,પાસબુક અને ચેકબુક સહિતની કીટ બેંક માંથી મળી ગયા બાદ બેંક એકાઉન્ટના એટીએમ કાર્ડ પણ એક્ટિવ થયા બાદ ભેજાબાજો મોબાઈલ નંબર બંધ કરી
મોટું કૌભાંડ આચરતા હોવાની શંકાએ ભરૂચમાં આવા ૪૨ એકાઉન્ટ એક બેંકમાં ખુલ્યા હોવાની લેખિત અરજી બેંક મેનેજરે એસઓજી પોલીસને આપી હતી.જે અરજીમાં છેલ્લા ૪ મહિનાથી એસઓજી પોલીસ તપાસ કરી રહી હતી.તે દરમ્યાન ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતી મીનાબેન વસાવાના નામે એક એકાઉન્ટ ખુલ્યું હતું
અને આ મહિલા પાસેથી તેના બનેવી અલ્પેશ પટેલ નાઓએ જણાવેલ કે સુરતના ખંજન ઉર્ફે પ્રિન્સ કનુ મયાત્રા તથા સરજુ ઉર્ફે કરણ દિલીપ દેવગણિયાએ કહેલ કે તમારા ઓળખીતામાં કોઈ બેંક એકાઉન્ટ ખોલાવશે તો તેને ૧૦ હજાર રૂપિયા એકાઉન્ટ ખુલી ગયા બાદ મળશે તેવી લાલચે બનેવીએ ફરિયાદી પાસેથી ડોક્યુમેન્ટ મેળવ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે એસઓજી પોલીસ છેલ્લા પાંચ મહિનાથી જીણવટભરી તપાસ કરી રહી હતી તે દરમ્યાન સુરત વરાછાના માતૃશક્તિ સોસાયટી પુણા ગામના રહીશ સરજુ ઉર્ફે કરણ દિલીપ દેવગણિયાની ઘરપકડ કરી તેની પૂછપરછ કરતા તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ટાર્ગેટ કરી તેમના ડોક્યુમેન્ટ મેળવી તેનો ગેરકાયદેસર ઉપયોગ કરી તથા ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેમને ૧૦-૧૫ હજાર જેવી રકમ આપી તેમના એકાઉન્ટોનો વિદેશી નાણાં માટે ટ્રાન્જેક્શન કરી રૂપિયા હેરાફેરીના કૌભાંડ સાથે મોટું નેટવર્ક ચાલતું હોય
અને તેની સાથે સુરત કામરેજના ખંજન ઉર્ફે પ્રિન્સ કનુ મયાત્રા તથા દશરથ ધાંધલિયા પણ આ પ્રકરણમાં સંડોવાયેલા હોય અને દુબઈ બેંગકોક ખાતેથી મોટી રકમનું વિડ્રોલ કરી મોટી રકમનું કૌભાંડ આચરતા હોવાનો પર્દાફાશ થતા આ પ્રકરણમાં દુબઈના રહીશ વૈભવ પટેલ રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા હોય જેના પગલે સમગ્ર ચંડાલ ચોકડી નું કૌભાંડ એસઓજી પોલીસે ખુલ્લું પાડી ઝડપાયેલા એક આરોપીને નામદાર કોર્ટમાં રજુ કરી કૌભાંડ કેટલા સમયથી ચાલતું અને ચલાવતા અને કેટલી રકમનું ટ્રાન્જેક્શન કેવી રીતે અને ક્યાં થતું તેમજ આ નાણાં ક્યાં વપરાતા જેવા તમામ ભેદ ઉકેલવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે.