Western Times News

Gujarati News

ઓનલાઈન ઠગાઈ માટે સાયબર ગઠીયાઓ વૃધ્ધોને નિશાન બનાવે છે

cyber crime

SBI Yono એપ્લીકેશન ચલાવતા નથી, તમારે થોડી પ્રોસેસ કરવી પડશે એટલી ચાલુ થઈ જશે તેમ કહી છેતરપિંડી કરી

મહેસાણાના વૃદ્ધને ફોન કરી ગઠિયાએ પ.૪૯ લાખની ઓનલાઈન ઠગાઈ આચરી

મહેસાણા, મહેસાણાના વૃદ્ધને બેંકના નામે ફોન કરી ગઠિયાએ મોબાઈલ એપ ચાલુ કરવાના બહાને એકાઉન્ટની વિગતો, ઓટીપી વગેરે મેળવી લઈ કુલ રૂ.પ,૪૯,૯૦૦ની ઓનલાઈન છેતરપિંડી આચરતાં વૃદ્ધે સાયબર ક્રાઈમ પોલીસનો આશરો લીધો છે.

મહેસાણાના રામપુરા-પાલાવાસણા હાઈવે પર સાકાર રેસીડેન્સીમાં રહેતાં બિહારના રાધાકૃષ્ણ નથુની ચૌધરી (ઉ.વ.૭૦) ઓએનજીસીમાંથી સિવિલ ચીફ એન્જિનિયરની પોસ્ટ પરથી નિવૃત્ત થયેલા છે.

તેઓ એસબીઆઈમાં ખાતુ ધરાવતા હોલ મોબાઈલ બેન્કીંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ગત તા.૧૦-૦૧-ર૦ર૪ની સવારે તેમના મોબાઈલ પર ફોન કરીને SBIમાંથી બોલતો હોવાનું કહી ગઠિયાએ તમારા એસબીઆઈ ખાતામાં યોનો એસબીઆઈ (SBI Yono) એપ્લીકેશન ચલાવતા નથી, તમારે થોડી પ્રોસેસ કરવી પડશે એટલી ચાલુ થઈ જશે. કહેતા

તેની વાતોમાં આવી ગયેલા રાધાકૃષ્ણએ તેના જણાવ્યા મુજબ મોબાઈલથી પ્રોસેસ કરવા લાગ્યા હતા અને તમામ મેસેજ પણ તેને ફોરવર્ડ કર્યા હતા. ગઠિયાએ તેમના બેન્ક ખાતા સંબંધિત તમામ વિગતો તેમજ ઓટીપી મેળવી લઈ થોડીવારમાં તમારી બેંક એપ્લીકેશન ચાલુ થઈ જશે તેમ કહી ફોન કટ કર્યો હતો.

બાદમાં રાધાકૃષ્ણએ મોબાઈલમાંથી ચેક કરતાં યોનો એસબીઆઈ એપ્લિકેશન સારી રીતે ચાલતી હતી અને શંકા જતાં તેમણે એસબીઆઈ બેંકમાં જઈને તેમનું ખાતું બંધ કરાવ્યું હતું પરંતુ તે પહેલાં જ ગઠિયાએ તેમની પાસેથી મેળવેલી વિગતોનો ઉપયોગ કરી રૂ.પ,૪૯,૯૦૦ની છેતરપિંડી કરી લીધી હોવાનું મેનેજર સાથે વાત કરતાં ખુલ્લું હતું.

ગઠિયાએ તેમના ખાતામાંથી પ૦ હજાર આઈએમપીએસથી અન્ય એચડીએફસી બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. ઉપરાંત એસબીઆઈ બેંકમાં જ તેમના નામે બીજું બેંક એકાઉન્ટ ખોલાવી એસબીઆઈ બેંકમાં મૂકેલી તેમની રૂ.પ લાખની એફડી ઉપર ૪,૯૯,૯૦૦ની લોન કરાવી તે રકમ તેમના નવા ખુલેલા ખાતામાં જમા થતાં તે ખાતામાંથી તે રકમ રૂ.૪,૯૯,૯૦૦ પણ અન્ફ ફેડરલ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.