Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતતા લાવવા “સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ” સ્કીટ સ્પર્ધા યોજાઈ

સાઈબર સીક્યુરીટી અવરનેસ એન્ડ ક્રીએટીવ હેન્ડ હોલ્ટીંગ” (CAWACH) કવચ કેન્દ્ર યોજના અંતર્ગત યુનિવર્સીટી કક્ષાએ ૮ જિલ્લા ક્લસ્ટરની ૩૭૭ ટીમ સહભાગી બની

અમદાવાદ, ગુજરાતના વિદ્યાર્થીઓ સાયબર ફ્રોડ અંગે જાગૃત થાય તેવા ઉદ્દેશથી ઉચ્ચ તથા ટેક્નીકલ શિક્ષણ વિભાગ અને સરકારી કૉલેજો,બિન-સરકારી અનુદાનિત કૉલેજોગ્રામ વિદ્યાપીઠો અને સ્ટેટ તથા પ્રાઇવેટ યુનિવર્સીટી દ્વારા સ્કીટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. “સાઈબર સીક્યુરીટી અવરનેસ એન્ડ ક્રીએટીવ હેન્ડ હોલ્ટીંગ” (CAWACH) કવચ કેન્દ્ર યોજના અંતર્ગત યુનિવર્સીટી કક્ષાએ ૮ જિલ્લા ક્લસ્ટરમાં તા.૧૦ થી ૧૮ ફેબ્રુઆરી૨૦૨૫ સુધીમાં “સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ” સ્કીટ સ્પર્ધા યોજાઈ હતી.

સમગ્ર રાજ્યમાં ઉચ્ચ તથા ટેક્નીકલ શિક્ષણ વિભાગ અને  સરકારી કૉલેજો,બિન-સરકારી અનુદાનિત કૉલેજોગ્રામ વિદ્યાપીઠો અને સ્ટેટ તથા પ્રાઇવેટ યુનિવર્સીટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સ્પર્ધામાં કુલ ૩૭૭ ટીમે ભાગ લીધો હતો. આ સ્કીટ સ્પર્ધા ડિજિટલ નાણાંકીય સલામતીસામાજિક મીડિયા જાગૃતિસાયબર ક્રાઈમ અને નિવારણમાનસિક સ્વાસ્થ્ય અને ડિજિટલ સુખાકારી અને ડિજિટલ નાગરિકતા અને નૈતિક ઓનલાઈન વર્તન જેવી થીમ પર યોજાઈ હતી.

આ જિલ્લા ક્લસ્ટર સ્કીટ સ્પર્ધા દરમ્યાન શ્રેષ્ઠ નાટ્ય સ્પર્ધક ટીમને પ્રથમદ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર કરાયા હતા. વિજેતા ટીમને પ્રોત્સાહિત રકમ લેખે પ્રથમ વિજેતાને રૂ.૧૧,૦૦૦દ્વિતીય વિજેતાને રૂ.૭,૦૦૦ અને તૃતીય વિજેતાને રૂ.૫,૦૦૦ આપવામાં આવ્યા હતા. જિલ્લા ક્લસ્ટરમાં ૧૬ કોલેજની વિજેતા ટીમે તા. ૧૧ માર્ચના રોજ કે.સી.જી.,કચેરીઅમદાવાદ ખાતે સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લીધો હતો. જેમાં સર્વશ્રેષ્ઠ રજૂઆતના પ્રથમ વિજેતાને રૂ. એક લાખદ્વિતીય વિજેતાને રૂ.૭૧,૦૦૦ અને તૃતીય વિજેતાને રૂ.૫૧,૦૦૦ અપાયા હતા.

આ સ્પર્ધાના જ્યુરી તરીકે ઉચ્ચ શિક્ષણ વિભાગના નિયામક શ્રી દિનેશ ગુરવઅમદાવાદ કે-ડીવીઝનએ.સી.પી. શ્રી યુવરાજસિંહ ગોહિલનાટ્ય ક્ષેત્રના નિષ્ણાંત ડૉ. ત્રિલોકસિંહ મહેતાડીન ઓફ સ્ટુડન્ટસ તથા પર્ફોર્મિંગ આર્ટસના ફેકલ્ટીહાજર રહ્યા હતા. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.