Western Times News

Gujarati News

Jioની 750 લાઇન થકી કોલ ડાયવર્ટ કરતાં ખાનગી એક્સચેન્જનાં ખેલ ખુલ્લો પડ્યો

Cybercrime: ઈન્ટરનેશનલ કોલ આ રીતે લોકલમાં કન્વર્ટ કરાતો હતો!! કૌભાંડ ઝડપાયું

(એજન્સી)સુરત, સુરત શહેરમાં એટીએસ અને શહેર એસઓજી પોલીસે મોટું ઓપરેશન પાર પાડયું છે. ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાઇવર્ટ કરી સરકારી તિજોરીને મોટો ચૂનો ચોપડવાનો મોટો પર્દાફાશ થયો છે.

અડાજણના ઝોયાજ હબ અને વેસુના એક્સુલ્યુટ શોપર્સમાં દરોડા પાડયા હતા. અડાજણ ઝોયાજ હબમાં જિયો ૫૦૦ લાઈન લઇ કોલ ડાઇવર્ટ કરતા હતા. વેસુના એકસુલટ શોપર્સમાં ૨૫૦ લાઈન એક્ટિવ કરવી ખેલ કરતો હતો. માર્કેટિંગ અને ગેમિંગ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

ઈન્ટરનેશનલ કોલને લોકલમાં ડાયવર્ટ કરી સરકારની તિજોરીને ચૂનો ચોપડવાના રેકેટનો એટીએસ દ્વારા પર્દાફાશ કરાયો છે. સુરતના અડાજણ અને વેસુ વિસ્તારમાં બે ઠેકાણે એટીએસ અને સુરત એસઓજીએ દરોડા પાડી જિયોની ૭૫૦ લાઇન થકી કોલ ડાયવર્ટ કરતાં ખાનગી એક્સચેન્જનાં ખેલને ખુલ્લો પાડયો હતો. રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને એવી માહિતી મળી હતી કે, આંતરરાષ્ટ્રીય કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરતાં કેટલાક સેન્ટર સુરતમાં ચાલી રહ્યા છે.

એટીએસની ટીમ સુરત આવી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા ટેકનિકલ એક્સપર્ટને સાથે રાખી તપાસ કરાઇ હતી. જેમાં અડાજણ પાટીયા વિસ્તારમાં બસ ડેપો બહાર જોયોઝ હબ તથા વેસુમાં એલ્યુલ્ટ શોપર્સ નામનાં બિલ્ડીંગમાંથી આ રેકેટ ઓપરેટ થતું હોવાનું બહાર આવ્યું હતું. પૂરતી માહિતી હાથવગી કર્યા બાદ આ બે સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતાં.

અડાજણ બસ ડેપોનાં જોયોઝ હબ બિલ્ડીંગમાં સાતમાં માળે હોમ સેટઅપ એન્ડ પ્લાનર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ઓફિસમાં તપાસ કરાઈ હતી. અહીં તપાસ દરમિયાન જિયો કંપનીની એસઆઈપી લાઇનનો ઉપયોગ કરાતો હોવાનું જણાતા તેના મેનેજરને બોલાવાયો હતો.

જિયોના સેલ્સ મેનેજર વિરલ રમેશભાઈ ડોડીયાએ પોલીસને જણાવ્યું હતું કે હોમ સેટઅપ એન્ડ પ્લાનર પ્રાઇવેટ લિમિટેડ કંપની માટે એસઆઇપી સાઈન સર્વિસ લેવા ભગતસિંહ ઈન્દ્રસિંહ પરમાર દ્વારા અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં કંપનીની રજીસ્ટર ઓફિસ મુંબઇનાં કુર્લામાં હોવાનું તથા તે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં નોંધાયેલી હોવાના દસ્તાવેજ પણ રજુ કરાયા હતા. આ અરજીમાં ૨૫૦ ચેનલ એટલે કે લાઈનની જરૂરિયાત જણાવાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.