યુવાનને સાયબર ક્રાઇમે રૂ.૭૫ લાખ પરત અપાવ્યા

ગાંધીનગર, યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બનવાનાં ઉન્માદમાં સ્ટોક માર્કેટ ઊંચકાવાનાં વિશ્વાસ સાથે ગાંધીનગરના યુવાને અમેરિકાની કંપની પાસેથી ૪૦ લાખનાં ક્રિપ્ટો કોઈનની ખરીદી કરી હતી. તેની સામે ટૂંકા ગાળામાં યુવકને સીધો ત્રીસ લાખનો ફાયદો થયો હતો.
પરંતુ અમેરિકાની કંપનીએ કેવાયસી સહિતના ટેકનિકલ કારણો દર્શાવી ૭૫ લાખ ચૂકવવામાં દોઢ મહિના સુધી ગલ્લાતલ્લા કર્યા હતાં. આ મામલો ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સુધી પહોંચતા યુવાનને ૭૫ લાખ પરત અપાવ્યા હતાં. ગાંધીનગરના યુવાને કોલ્ડ વોલેટ થકી અમેરિકાની જાણીતી ક્રિપ્ટો- બીટકોઇન ટ્રેડિંગ કંપની ચેન્જલી.કોમ પાસેથી રૂ. ૪૦ લાખના એક્સઆરપી કોઈન ખરીદ્યા હતા.
બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું સુકાન સંભાળતા ત્યાંનું શેર માર્કેટ ઊંચુ ગયું હતું. જેનાં લીધે એક એક્સઆરપી કોઈનનો ભાવ ૭૫ હજાર પહોંચી જતા ગાંધીનગરના યુવાનને ટૂંકા ગાળામાં ૩૦ લાખનો નફો થયો હતો. જે રકમ તેના કોલ્ડ વોલેટમાં ડિસ્પ્લે થતી હતી. તે પરત લેવા માટે યુવાને ચેન્જલી.કોમને ઈમેલ કરતા કંપનીએ કેવાયસી સહિતના ટેકનિકલ કારણો દર્શાવીને રૂ. ૭૫ લાખ પરત કરવાનો ઈન્કાર કરી દીધો હતો. દોઢ મહિનો થવા છતાં અમેરિકાની કંપની તરફથી પૈસા પરત કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી.
જેથી યુવાને ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકે હકીકત જણાવી હતી. તે જાણી રેન્જ આઈજી વીરેંદ્રસિંહ યાદવ અને એસપી રવિ તેજા વાસમસેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.કે રાઠોડ અને તેમની ટીમે અમેરિકાની ચેન્જલી.કોમ કંપનીનો ઈતિહાસ જાણી કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટનાં સંપર્કાે શોધી આધાર પુરાવા સાથે પોલીસની ભાષામાં સીધો કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટને ઈમેલ કર્યાે હતો.
ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમમાંથી ઈમેલ મળતા માત્ર ચાર કલાકમાં કંપનીએ યુવાનના વોલેટમાં રૂ. ૭૫ લાખ ટ્રાન્સફર કરી દીધા હતા.
ઓનલાઇન ળોડનાં અનેક કિસ્સા સામે આવે છે. પરંતુ ભોગ બનનાર વ્યક્તિ સાયબર ક્રાઇમ પોલીસનો સમયસર સંપર્ક કરે તો ઓનલાઇન માધ્યમથી ગયેલા પૈસા પરત અપાવવાનાં ચાન્સ વધી જાય છે. જેથી ઓનલાઇન ળોડનાં કિસ્સામાં ભોગ બનનારે સહેજ પણ શરમ સંકોચ રાખ્યા વિના સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો હિતાવહ છે તેમ પીઆઈ રાઠોડે જણાવ્યુ હતું.SS1MS