Western Times News

Gujarati News

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ ૧૨ થી ૧૪ જૂન વચ્ચે ટકરાઈ શકે છે

પ્રતિકાત્મક

અમદાવાદ, ચોમાસાની શરૂઆત પહેલા જ રાજ્યમાં મીની વાવાઝોડાએ નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ એનાથી પણ વધારે ચિંતા સંભવિત વાવાઝોડાની છે. ધોધમાર વરસાદ અને ભારે પવન વચ્ચે લોકોમાં ચર્ચા છે કે, શું વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે? અને જાે ટકરાશે તો તેની અસર કેટલી અને ક્યાં થશે? તે વિશે લોકો વચ્ચે ચર્ચા થઇ રહી છે. Cyclone danger may hit Gujarat between 12th and 14th June

આવી સ્થિતિમાં આપણે જાેઇશું કે આખરે આગામી સમયમાં સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાય તેની શક્યતા કેટલી છે અને જાે વાવોઝાડું બને તો પવનની ગતિ કેટલી હશે? આગામી સમયમાં દક્ષિણ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્‌યુલેશન સર્જાવવાની સ્થિતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ ટૂંક સમયમાં આ સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાઇ પણ શકે છે. વાવાઝોડાને લીધે દરિયાકિનારે ૫૦થી ૧૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

એટલું જ નહીં, જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે ૧૦૦ કિલોમીટરથી વધુની ગતિ પણ હોઈ શકે છે. ૭ જૂને લક્ષદ્રીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. જાેકે, વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. ૧૩ જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારાની નજીક હોઈ શકે છે તથા ૧૩ જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. ૧૩થી ૧૪ જૂન સુધી ગુજરાતનાં દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો રહેલો છે.

૧૨,૧૩ અને ૧૪ જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. તેવામાં જાે વાવાઝોડું છેલ્લે ફંટાઈ જાય તો પાકિસ્તાનના કરાંચી તરફ જઈ શકે છે.

જાે કે આ વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે કે કેમ તે હજુ સુધી કહી ન શકાય, ક્યાં ટકરાશે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે. આ ઉપરાંત આજે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતા છે. તમિલનાડુ, પોડ્ડીચેરી તથા કેરળમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યમાં આજે પણ વરસાદ થવાની સંભાવનાઓ છે, આ સાથે વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ થવાની અને ભારે પવનો ફૂંકવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે ૫૦ કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાવાની આગાહી કરી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાઈક્લોનિક સર્ક્‌યુલેશનના કારણે વરસાદ થવાની શક્યતાઓ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.