વાવાઝોડાની આગાહીના પગલે બોટોને દરિયામાંથી પરત આવવા સૂચના

(એજન્સી)ગીર સોમનાથ, રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી.
આ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. આરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવી લેવામાં આવી છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં ૭૫૦૦ પૈકી ૫૦૪ જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે. તો બીજી તરફ ઓનલાઈન સિસ્ટમમાં સર્વર ડાઉન હોવાથી બોટોની પરત એન્ટ્રી નથી થતી.જિલ્લામાં ગત ૧૭ મેથી ફરી ફિશિંગ પર પ્રતિબંધ આવેલ છે.
ગુજરાતમાં ચક્રવાતના સંકટની અંબાલાલ પટેલની આગાહી કરી છે. મેના અંતમાં ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ રહેશે. ચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે ચક્રવાત સકિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતભરમાં ૨૩ મેથી ૩૧ મે સુધી માવઠાની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે. સાથે જ દરિયાઇ કાંઠે પવનની ગતિ ૧૦૦ કિમિ પ્રતિકલાકની ઝડપની રહેવાની શકયતા છે.