#CycloneBiparjoy: પ્રભાવ હેઠળ ભાગોમાં વરસાદ થવાની શકયતા
Ahmedabad: અરબી સમુદ્રનું વાવાઝોડૂ બિપોરજોય સૌરાષ્ટ્ર-કચ્છની વધુને વધુ નજીક આવી રહ્યું છે અને પોરબંદરનાં દરીયાકાંઠેથી 300 કિલોમીટર દુર પશ્ચીમ-દક્ષિણ પશ્ચીમે તથા દ્વારકાથી 275 કિલોમીટર દુરી દક્ષિણ-પશ્ચીમે કેન્દ્રીય થયુ છે. હજુ ઉતર દિશામાં આગળ ધપી રહ્યું છે.
દરમ્યાન હવામાન વિભાગે કહ્યુ કે વાવાઝોડુ 15મીએ કચ્છમાં લેન્ડફોલ કર્યા બાદ 16મીએ દક્ષિણ-પશ્ચીમ રાજસ્થાનમાં પ્રવેશી શકે છે. જોકે ત્યારે નબળુ પડીને ડીપ્રેશનમાં પરિવર્તીત થઈ ગયુ હશે છતાં તેના પ્રભાવ હેઠળ કેટલાંક ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે.
હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે 15મી જુને કચ્છ, દેવભુમી દ્વારકા તથા જામનગરમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જયારે પોરબંદર, રાજકોટ, મોરબી અને જુનાગઢ જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
150 થી 160 કીમીની ગતિમાં છે. ઉતર દિશામાં આગળ ધપી રહ્યું છે. અને આવતીકાલ રાતથી દિશા બદલીને ઉતરપુર્વ બાજુ વળાંક લેશે જેના આધારે કચ્છ-પાકિસ્તાનનાં બોર્ડર ભાગોમાં ટકરાવાનું અનુમાન છે.બિપોરજોય વાવાઝોડુ મામુલી નબળુ પડયુ હોય તેમ હવે અત્યંત ખતરનાકની શ્રેણીને બદલે હવે અતિ ગંભીરની કેટેગરીમાં આવી ગયુ છે.
તાં સૌરાષ્ટ્ર-કચ્છનાં માર્ગે ગતિ યથાવત છે. અને 15 મી જુને ટકરાવાની શકયતા છે. વાવાઝોડાના પ્રભાવ હેઠળ ભારે વરસાદની શકયતાને ધ્યાને રાખીને સૌરાષ્ટ્ર-કચ્છ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અને 14-06-2023ની રાત્રે ઉતરપૂર્વ તરફ વળાંક લે તેવી શકયતા છે.
હવામાન વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું કે 13-06-2023 સવારની સ્થિતિએ વાવાઝોડૂ 20.6 ઉતર અને 63 પૂર્વ પર કેન્દ્રીત છે. જે પોરબંદરથી 300 કીમી તથા દ્વારકાથી 275 કીમી દુર છે.