#CycloneBiparjoyUpdate: રાજકોટમાં રાહત રસોડા શરૂ
રાજકોટ, ગુજરાત માટે આગામી ૨ દિવસ ભારે રહેવાના છે. ત્યારે આ વાવાઝોડાને પહોંચી વળવા માટે રાજકોટમાં રાહત રસોડા ધમધમવા લાગ્યા છે. રાજકોટ વિધાનસભા ૬૮ વિસ્તારમાં ફુડ પેકેટ બનાવાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ગાઠિયા અને સુખડીના સૂકા નાસ્તાના ૨૦ હજારથી વધુ પેકેટ તૈયાર કરી જરૂરિયાતમંદ લોકો સુધી સુકો નાસ્તો પહોંચાડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય ઉદય કાનગડ અને ઇમિટેશન માર્કેટ અને અગ્રણી દ્વારા સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
જેથી કોઈ પણ મુશ્કેલીની સ્થિતિમાં પહોંચી શકાઈ. ગઈકાલે સાંજથી જ સુખડી અને ગાઠીયાના ૨૦ હજાર પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.હજુ પણ વધારે ૨૦ હજાર કે ૫૦ હજાર ફુડ પેકેટ જરૂર પડશે તો તૈયાર કરવામાં આવશે. પટેલ વાડી બેડી પરા અને રણછોડ નગર કોમ્યુનિટિ હોલમાં ધારાસભ્ય ઉદય કાનગડ અને પ્રદેશ ભાજપા કાર્યાલયના આદેશથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
અહીં કામ કરતા કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આપણે પ્રાર્થના કરીએ કે, આ વાવાઝોડુ ન આવે અને તેની અસર પણ ન થાય. તેમ છતાં જાે કોઈ જરૂરિયાત ઉભી થાય તો અમે વધારે પણફુડ પેકેટ તૈયાર કરવા માટે તૈયાર છીએ. હાલ ફુડ પેકેટ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ સાથે જ પાણી બોટલ, માચિસ, મીણબતી, પૌવાનો ચેવડો, બિસ્કિટ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે.SS1MS