Western Times News

Gujarati News

અમદાવાદની આ ટેક કંપની 35થી વધારે દેશોમાં કામગીરી કરી રહી છે

અગ્રણી ટેકનોલોજી કંપની સિગ્નેટ ઇન્ફોટેકે ભારત, મધ્ય પૂર્વ અને યુરોપમાં એની પોઝિશન મજબૂત કરી -કંપનીએ ચાલુ વર્ષે એના ટેક્ષ ટેકનોલોજી બિઝનેસમાં 95 ટકા સુધીની વૃદ્ધિ કરી 

સિગ્નેટ ઇન્ફોટેકનો ટેક્ષ ટેકનોલોજી વ્યવસાય નાણાકીય વર્ષ 2019-20ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2020-21માં 95 ટકા સુધી વધ્યો

ભારતના અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજી કંપની સિગ્નેટ ઇન્ફોટેક દેશમાં સૌથી વધુ વિશ્વસનિય ઇન્ડાયરેક્ટ ટેક્ષ (પરોક્ષ કરવેરા) સોલ્યુશન પ્રોવાઇડર્સ પૈકીની એક છે અને પ્રથમ જીએસટી સુવિધા પ્રોવાઇડર્સ (જીએસપી)માં સામેલ છે. Cygnet Infotech strengthens its presence in India Middle East and Europe

સિગ્નેટ ટેક્ષ ટેકની કમ્પ્લાયન્સ પોર્ટલ મારફતે ભારતમાં 130 મિલિયનથી વધારે ઇ-ઇનવોઇસ જનરેટ થાય છે. હવે કંપની આંતરરાષ્ટ્રીય ટેક્ષ-ટેક બજારમાં પણ પ્રસિદ્ધ થઈ ગઈ છે.

સિગ્નેટ ઇન્ફોટેકે બ્રિટનની કંપની euવેટ ઓનલાઇનનું એક્વિઝિશન કરવાની જાહેરાત કરી છે, જે ક્લાઉડ-આધારિત વેટ ટેકનોલોજી સમાધાન પ્રદાન કરે છે. euવેટ ઓનલાઇન 20 વર્ષથી વધારે સમયગાળાથી વેટ ટેકનોલોજીમાં મોખરે છે. કંપનીની પ્રોડક્ટનો બહોળો ઉપયોગ ટોચની બ્લૂ-ચિપ કંપનીઓના વિવિધ સીએફઓ અને ટેક્ષ મેનેજરો તથા અગ્રણી આંતરરાષ્ટ્રીય કરવેરા સલાહકારો કરે છે. આ પરોક્ષ કરવેરો ફાઇલ કરવા વ્યવસાયિક બેક-ઓફિસ સપોર્ટના તમામ પાસાં માટે સમાધાન પ્રદાન કરે છે.

આ નવું એક્વાયર કરેલું સોલ્યુશન કોર્પોરેટ અને કરવેરા સલાહકારોને તેમના વેટ રિક્લેઇમ, વેટ રિટર્ન માટે રિપોર્ટ મેનેજમેન્ટની સુવિધા આપશે તેમજ તેમની એમેઝોન સિસ્ટમ્સને મલ્ટિ-કન્ટ્રી વ્યવહારોને સંબંધિત ઓથોરિટી માટે કમ્પ્લાયન્ટ વેટ રિટર્ન્સમાં કન્વર્ટ કરવા સીધું જોડાણ અને સંકલન આપશે.

Niraj-Hutheesing-Founder-and-Managing-Director-Cygnet-Infotech

આ એક્વિઝિશનના ભાગરૂપે euવેટની મેનેજમેન્ટ ટીમ હવે ઓનલાઇન સિગ્નેટ ઇન્ફોટેકની બ્રિટન સ્થિત પેટાકંપની સાથે જોડાશે. આ એક્વિઝિશન બ્રિટન અને યુરોપના બાકીના દેશોમાં કામગીરીને વધારવા અને નવા ગ્રાહકો મેળવવા તરફ દોરી જશે. આ સિગ્નેટ ઇન્ફોટેકના ભારતના ગ્રાહકોને તેમના આંતરરાષ્ટ્રીય વેટ ફાઇલિંગ માટે પણ સપોર્ટ કરશે.

સિગ્નેટ ઇન્ફોટેકની ટેકનોલોજી કુશળતા બ્લોક આર્કિટેક્ચર બનાવવા પર આધારિત છે અને આરપીએ, એઆઇ-એમએલ, ઇટીએલ ટૂલ્સનો ઉપયોગ કરવાની હાયપર ઓટોમેશન ક્ષમતાઓ તથા ઉપયોગ કરવા તૈયાર બિલ્ટ-ઇન કનેક્ટર્સ સાથે સજ્જ છે. આ કોર્પોરેટને ઓટોમેટિક ડેટા મેળવવા અને નિયમોનું પાલન કરવા સક્ષમ બનાવશે.

સિગ્નેટ ઇન્ફોટેકે વિવિધ ઇઆરપી અને અગાઉથી અસ્તિત્વ ધરાવતી સિસ્ટમ સાથે આ પ્રકારના સમાધાનોનો અમલ કરીને વિવિધ વિસ્તારોમાં એની કુશળતા પુરવાર કરી છે.

સિગ્નેટ ઇન્ફોટેકે મધ્ય પૂર્વ વિસ્તારમાં પણ એના મૂળિયા મજબૂત કર્યા છે. તાજેતરમાં કંપનીએ સાઉદી અરેબિયાના કિંગ્ડમ માટે એનું ઇ-ઇનવોઇસિંગ પ્લેટફોર્મ પ્રસ્તુત કર્યું હતું. કંપનીને જનરલ ઓથોરિટી ઓઝ જકાત એન્ડ ટેક્ષ (જીએઝેડટી) સાથે “ક્વોલિફાઇડ સોલ્યુશન” તરીકે માન્યતા મળી છે.

હવે કંપની ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ અને ઇલેક્ટ્રોનિક નોટ્સ ઇશ્યૂ કરવા ટેકનિકલ સમાધાનો પ્રદાન કરશે. આ સાઉદી અરેબિયાના કિંગ્ડમમાં ઇલેક્ટ્રોનિક ઇનવોઇસિંગ સિસ્ટમના અમલ સાથે કરદાતાઓને નિયમોનું પાલન કરવા સક્ષમ બનાવશે.

ઉપરાંત તાજેતરમાં ઓમાન વિસ્તારમાં અમલ કરેલી વેટ વ્યવસ્થા સાથે સિગ્નેટ ઇન્ફોટેકે ઓમાનમાં એના એન્ટરપ્રાઇસ વેટ કમ્પ્લાયન્સ પ્લેટફોર્મ ઊભું કર્યું છે. સિગ્નેટ ઇન્ફોટેક વેટ નિયમનોનું પાલન કરવા વિસ્તારમાં સૌથી મોટા રિટેલર્સ પૈકીના એક સાથે કામ કરે છે.

આ ઘટનાક્રમ પર કંપનીના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર નીરજ હઠીસિંગે કહ્યું હતું કે, “સિગ્નેટ ઇન્ફોટેક બજારમાં નવી તકો પૂર્ણ ઝડપવા ચોક્કસ વિસ્તાર-કેન્દ્રિત અને પોર્ટફોલિયો-કેન્દ્રિત વ્યૂહરચના જાળવી રાખશે તેમજ અમે આગામી વર્ષોમાં સૌથી વિશ્વસનિય આંતરરાષ્ટ્રીય ટેક્ષ ટેકનોલોજી/સોલ્યુશન પ્રોવાઇડર બનવાની ઇચ્છા ધરાવીએ છીએ.

અમે અગાઉ 500થી વધારે કોર્પોરેટને અમારા સમાધાનો પ્રદાન કર્યા પછી મધ્ય પૂર્વ, બ્રિટન અને યુરોપના બાકીના દેશો જેવા નવા બજારોમાં પ્રવેશ કરીને ખરેખર રોમાંચિત છીએ.”

કંપનીએ ગયા વર્ષે એના કર્મચારીઓમાં 25 ટકા સુધીનો વધારો કર્યો છે. કંપનીએ એક માસ્ટર બ્રાન્ડ સિગ્નેટ ઇન્ફોટેક હેઠળ એની પેટાબ્રાન્ડ્સને એક કરવાની રિબ્રાન્ડિંગ કવાયત પણ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.