Western Times News

Gujarati News

સાઈન્ટ DLMનો IPO મંગળવાર, 27 જૂને ખુલશે: પ્રાઈઝ બેન્ડ રૂ. 250 થી 265

  • પ્રાઈસ બેન્ડ સાઈન્ટ ડીએલએમ લિમિટેડના દરેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઈક્વિટી શેર (“ઈક્વિટી શેર્સ”) દીઠ પ્રતિ ઈક્વિટી શેર રૂ. 250થી રૂ. 265ના ભાવે નક્કી કરવામાં આવ્યો છે.
  • એન્કર ઇન્વેસ્ટર (બિડ/ઇશ્યૂ પીરિયડ) – સોમવાર, 26 જૂન, 2023
  • બિડ/ઇશ્યૂ ખૂલવાની તારીખ – મંગળવાર, 27 જૂન, 2023 અને બિડ/ઇશ્યૂ બંધ થવાની અંતિમ તારીખ – શુક્રવાર, 30 જૂન, 2023

અમદાવાદ, સાઈન્ટ ડીએલએમ લિમિટેડ (“કંપની”) મંગળવાર, 27 જૂન, 2023ના રોજ રૂ. 5,920.00 મિલિયન (“ઇશ્યૂ”) સુધીના ઇક્વિટી શેરના તેટલા મૂલ્યના નવા ઇશ્યૂનો સમાવેશ કરતા તેના આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે. બિડ/ઇશ્યૂની અંતિમ તારીખ શુક્રવાર, 30 જૂન, 2023 હશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઇશ્યૂનો સમયગાળો, બિડ/ઇશ્યૂ ખોલવાની તારીખ પહેલાંનો એક કાર્યકારી દિવસ છે, એટલે કે, સોમવાર, જૂન 26, 2023.

ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ રૂ. 250 પ્રતિ ઇક્વિટી શેરથી રૂ. 265 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. બિડ ઓછામાં ઓછા 56 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 56 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

કંપનીએ બીઆરએલએમ સાથે ચર્ચા-વિચારણા કરીને રૂ. 1,080.00 મિલિયનના કુલ 40,75,471 ઇક્વિટી શેરનું ખાનગી પ્લેસમેન્ટ હાથ ધર્યું છે.

સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(b) ના મુજબ, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના (ઇશ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018ના સુધારા (“SEBI ICDR રેગ્યુલેશન્સ”)ના નિયમન 31 સાથે વાંચવામાં આવેલા સુધારેલા (“SCRR”) મુજબ આ ઇશ્યૂ બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ઇશ્યૂ સેબી આઈસીડીઆર રેગ્યુલેશનના નિયમન 6(2)નું પાલન કરે છે

જેમાં નેટ ઇશ્યૂના 75% કરતા ઓછા નહીં તેવા લાયક સંસ્થાકીય ખરીદદારોને (“QIBsઅને “QIB ભાગ”નો આવો ભાગ) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે કંપની, BRLMs સાથે ચર્ચાવિચારણા કરીને, SEBI ICDR રેગ્યુલેશન્સ (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”) અનુસાર વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને QIB ભાગના 60% સુધી ફાળવી શકે છે, જેમાંથી એક તૃતીયાંશ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આરક્ષિત રહેશે, એ શરતે કે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી SEBI ICDR રેગ્યુલેશન્સ અનુસાર,

એન્કર ઇન્વેસ્ટર ફાળવણી કિંમત પર અથવા તેનાથી ઉપરની કિંમતની પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સ હોય. એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં સબસ્ક્રિપ્શન ઓછું હોય અથવા ફાળવણી ન થઈ હોય તેવી સ્થિતિમાં બાકીના ઇક્વિટી શેર નેટ QIB પોર્શનમાં ઉમેરવામાં આવશે. વધુમાં, નેટ QIB ભાગનો 5% માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને બાકીનો નેટ QIB ભાગ મ્યુચ્યુઅલ સહિત તમામ QIB (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઇશ્યૂ કિંમત પર અથવા તેનાથી ઉપરની કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થયેલી હોય. જો કે, જો મ્યુચ્યુઅલ ફંડની કુલ માંગ નેટ QIB ભાગના 5% કરતા ઓછી હોય, તો મ્યુચ્યુઅલ ફંડના ભાગમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર્સ QIBs ને પ્રમાણસર ફાળવણી માટે બાકીના QIB ભાગમાં ઉમેરવામાં આવશે. 

વધુમાં, નેટ ઈશ્યુના 15%થી વધુ બિન-સંસ્થાકીય બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં જેમાંથી (અ) આવા એક તૃતીયાંશ ભાગ રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઈઝ ધરાવતા અરજદારો માટે આરક્ષિત રહેશે; અને (બ) આવા ભાગનો બે તૃતીયાંશ ભાગ રૂ. 10,00,000થી વધુની એપ્લિકેશન સાઈઝ ધરાવતા અરજદારો માટે આરક્ષિત રહેશે, એ શરતે કે આવી પેટા-શ્રેણીઓમાંના કોઈપણમાંથી અનસબ્સ્ક્રાઇબ કરેલ ભાગ બિન-સંસ્થાકીય બિડર્સની અન્ય પેટા-શ્રેણીમાં અરજદારોને ફાળવવામાં આવે અને SEBI ICDR રેગ્યુલેશન્સ અનુસાર રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (RIB”) ને ફાળવણી માટે નેટ ઇશ્યૂના 10% કરતાં ઉપલબ્ધ નહીં રહે જે તેમની પાસેથી ઇશ્યૂ કિંમત અથવા તેનાથી ઉપરની કિંમતે પ્રાપ્ત થયેલી બિડ્સને આધીન રહેશે. 

વધુમાં, એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરનારા પાત્ર કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેરની ફાળવણી કરવામાં આવશે જે તેમની પાસેથી ઇશ્યૂ કિંમત અથવા તેનાથી ઉપરની માન્ય બિડ્સને આધીન રહેશે. તમામ બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) એ તેમના સંબંધિત ASBA એકાઉન્ટ્સ અને UPI ID (UPI બિડર્સના કિસ્સામાં)ની વિગતો આપીને બ્લોક કરેલ રકમ (“ASBA”) દ્વારા સપોર્ટેડ એપ્લિકેશનનો ફરજિયાત ઉપયોગ કરવો જરૂરી છે, જે કિસ્સામાં અનુરૂપ બિડની રકમ SCSBs દ્વારા અથવા UPI મિકેનિઝમ હેઠળ, ઇશ્યૂમાં ભાગ લેવા માટે લાગુ પડતું હોય તેમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રક્રિયા દ્વારા ઇશ્યૂના એન્કર ઇન્વેસ્ટર ભાગમાં ભાગ લેવાની પરવાનગી નથી.

 

19 જૂન, 2023ના રોજ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ”) દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેરને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE” અને BSE બંને પર, “સ્ટોક એક્સચેન્જો”) પર લિસ્ટિંગ કરવાની યોજના છે. એક્સિસ કેપિટલ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છે.

અહીં વપરાતા પરંતુ વ્યાખ્યાયિત ન કરાયેલા તમામ કેપિટલાઇઝ્ડ શબ્દોનો એ જ અર્થ હશે જે તેમને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં દર્શાવવામાં આવ્યો છે. વધુ માહિતી માટે 1) રોકાણકારો માટેનું જોખમ, 2) રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસની તારીખના એક વર્ષ અને ત્રણ વર્ષમાં તમામ ઇક્વિટી શેર ટ્રાન્ઝેક્શનના એક્વિઝિશનની વેઇટેડ એવરેજ કોસ્ટ,

3) ફ્લોર પ્રાઇસ અને કેપ પ્રાઈસની સરખામણીમાં એક્વિઝિશનની વેઇટેડ એવરેજ કોસ્ટ, 4) કુલ આવક માટે પ્રાઇસ બેન્ડના નીચલા છેડે અને ઊંચા છેડે માર્કેટ કેપિટલાઇઝેશન; પાછલા ત્રણ નાણાંકીય વર્ષોમાં BRLM દ્વારા હેન્ડલ કરાયેલા પબ્લિક ઇશ્યૂઝ, 5) ઈશ્યૂ કિંમતનો આધાર, 6) BRLMsની સંપર્ક વિગતો, ઇશ્યૂના રજિસ્ટ્રાર અને કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસર, કૃપા કરીને જૂન 21, 2023ની પ્રાઇસ બેન્ડની જાહેરાતનો સંદર્ભ લો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.