દ. કોરિયામાં કૃત્રિમ સૂર્યનું ૧૦૦ મિલિયન ડિગ્રી તાપમાન જાળવવાનો વર્લ્ડ રેકોર્ડ
સિઓલ, દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ સૂર્યમાં ૪૮ સેકન્ડ સુધી ૧૦૦ મિલિયન ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી રાખવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ તાપમાન સૂર્યની કોર કરતા સાત ગણું વધારે છે. આ પહેલા ૨૦૨૧માં ૩૦ સેકન્ડનો રેકોર્ડ બન્યો હતો.
વૈજ્ઞાનિકોએ કોરિયા સુપરકન્ડક્ટીંગ ટોકમાક એડવાન્સ રિસર્ચ ડિવાઇસ બનાવ્યું છે, જેમાં આ તાપમાન ન્યુક્લિયર ફ્યુઝન એક્સપરિમેન્ટ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. આ પ્રયોગ ડિસેમ્બર ૨૦૨૩થી ફેબ્રુઆરી ૨૦૨૪ વચ્ચે કરવામાં આવ્યો હતો. ન્યુક્લિયર ફ્યુઝનમાં, બે હળવા પરમાણુ ભેગા કરીને એક ભારે પરમાણુ બનાવવામાં આવે છે. જેના કારણે તેમાંથી મોટી માત્રામાં ઉર્જા મુક્ત થાય છે.
સૂર્ય જેવા તારાઓને પણ ન્યુક્લિયર ફ્યુઝનના કારણે ઊર્જા અને પ્રકાશ પ્રાપ્ત થાય છે. તેમાં, હાઇડ્રોજન પરમાણુઓ એકબીજા સાથે મળીને હિલીયમ બનાવે છે.
કોરિયન ઇન્સ્ટિટ્યૂટ આૅફ ફ્યુઝન એનર્જી ખાતે ોરિયા સુપરકન્ડક્ટીંગ ટોકમાક એડવાન્સ રિસર્ચ ર્ સેન્ટરના ડિરેક્ટર સિ-વુ યુન કહે છે કે અમે ૨૦૨૬ સુધીમાં ૩૦૦ સેકન્ડ માટે ૧૦૦ મિલિયન ડિગ્રીના પ્લાઝ્મા તાપમાનને જાળવવા માટે સક્ષમ બનવા માંગીએ છીએ.
આ ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધિ હશે. ફ્યુઝન રિએક્શન્સ માટે અતિભારે ગરમી અને દબાણની જરૂર પડે છે. પૃથ્વી પર આ પ્રક્રિયામાં નિપુણતા મેળવવી અત્યંત પડકારજનક બાબત છે. ડોનટ આકારના આ ફ્યુઝન રિએક્ટરનું નામ ‘ટોકામક’ છે. તેમા, પ્લાઝમા બનાવવા માટે હાઈડ્રોજન વેરિઅન્ટને ગરમ કરવામાં આવે છે.
આ પદાર્થની એક એવી સ્થિતિ છે જેમાં પરમાણુના ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન અલગ થઈ જાય છે. સિ-વુ યૂને જણાવ્યું છે કે ભવિષ્યના પરમાણુ ફ્યુઝન રિએક્ટરની સફળતા માટે ઉચ્ચ તાપમાન અને ઉચ્ચ ઘનતામાં પ્લાઝ્માને જાળવી રાખવું મહત્વપૂર્ણ છે. આ એટલા માટે મહત્વનું છે કે આ તાપમાન પર લાંબા સમય સુધી ફ્યુઝન રિએક્શન્સ થઈ શકે છે.SS1MS