Western Times News

Gujarati News

ગુજરાતના ડીટુસી મર્ચન્ટ્સે છ મહિનામાં જ કન્વર્ઝનમાં 100 ટકા સુધીનો વધારો મેળવ્યોઃ સિમ્પલની ઇનસાઇટ્સ

કંપની આગામી 2-3 વર્ષમાં રાજ્યમાં 2,000થી વધુ વેપારીઓને ઓનબોર્ડ કરવાનું લક્ષ્ય ધરાવે છે

(ડાબેથી આદિલ કાદરી – હાઉસ ઓફ પર્ફ્યુમ ફ્રેગનન્સીસના ફાઉન્ડર આદિલ કાદરીનટજોબના કો-ફાઉન્ડર અનન્યા મલ્લુપ્રોટચના ફાઉન્ડર અને સીઈઓ તનિષા લાખાણીબ્રિલેર સાયન્સના કો-ફાઉન્ડર અને સીઈઓ જીગર પટેલ, સિમ્પલના હેડ ઓફ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એન્ડ પાર્ટનરશિપ શિવમ ડાંગ)

અમદાવાદ, ગયા વર્ષના તહેવારોના અને રજાઓના વેચાણના મોમેન્ટમ પર આગળ વધતા ગુજરાતના પોતાના ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (ડીટુસી) મર્ચન્ટ્સ પ્રભાવશાળી વૃદ્ધિ જોઈ રહ્યા છે અને છેલ્લા છ મહિનામાં કસ્ટમર કન્વર્ઝનમાં 100 ટકા સુધીનો વધારો નોંધાવ્યો છે એમ ભારતના અગ્રણી ચેકઆઉટ નેટવર્ક સિમ્પલે જણાવ્યું છે. ગ્રેબનોર્ડઇતરક્રિદર્શ ઈન્ડિયાતૃષ્ટિ અને વાટકી સહિતના રાજ્યના મર્ચન્ટ્સ રાજ્યની ટોપ બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવે છે જેમણે સિમ્પલના ચેકઆઉટ સોલ્યુશન્સના લીધે નોંધપાત્ર રીતે ઊંચુ વેચાણ નોંધાવ્યું છે.

 ગયા વર્ષના તહેવારો અને રજાઓની સિઝન વિશ્વભરના રિટેલર્સ માટે ખૂબ નિર્ણાયક સમય હતો જેમાં ગ્રાહકો દ્વારા ખર્ચમાં વધારો જોવા મળ્યો હતો. ડીટુસી મર્ચન્ટ્સ માટે મોટા ઇ-કોમર્સ માર્કેટપ્લેસ જેવા તેમના પ્લેટફોર્મ્સની મુલાકાત લેતા લાખો ગ્રાહકો માટે સરળ ચેકઆઉટ અનુભવ પૂરો પાડવો સૌથી મહત્વનો છે. સિમ્પલ ઈન્ડસ્ટ્રીમાં સૌપ્રથમ વન-ટેપ ચેકઆઉટ સહિત તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સોલ્યુશન્સ પૂરા પાડે છે.

સિમ્પલ ચેકઆઉટ હજારો ડીટુસી મર્ચન્ટ્સને સરળ લોગિન અને પ્રી-ફિલ્ડ ડિટેલ અને એડ્રેસીસ ઓફર કરે છે. સિમ્પલની અન્ય ઓફરિંગ્સમાં ચેકઆઉટ સ્યુટનો સમાવેશ થાય છે જેમાં રિટર્ન-ટુ-ઓરિજિન (આરટીઓ) સમાવિષ્ટ છે જે ઇન્ડસ્ટ્રીમાં મોટી સમસ્યા છે. આ ઉપરાંત સિમ્પલનો ખરીદી પછીનો અનુભવ જે ઓર્ડર ટ્રેકિંગ અને કસ્ટમર સપોર્ટ ફંક્શન પૂરા પાડે છે તેનાથી ગ્રાહકોને વેપારીઓ સાથે મજબૂત વિશ્વાસ ઊભો કરવામાં મદદ મળે છે.

 સિમ્પલના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિત્યા શર્માએ જણાવ્યું હતું કે “ગયા વર્ષે તહેવારો અને રજાઓની સિઝનમાં રાજ્યમાં ડીટુસી વેપારીઓને મોટાપાયે માંગ જોવા મળી હતી અને સમગ્ર વેલ્યુ ચેઇનખાસ કરીને ચેકઆઉટ સ્ટેજ પર ગ્રાહકોને ઝડપી અને સરળ ઇ-કોમર્સ અનુભવ પૂરો પાડીને આ તકનો લાભ લેવો ખૂબ જરૂરી છે.

સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને મહિલા કોઈર યોજના જેવી સમાવેશક સરકારી નીતિઓ રાજ્યના ઉદ્યોગ સાહસિક ક્ષેત્રને આગળ ધપાવી રહી છે ત્યારે ગુજરાતમાં અનેક નાના વ્યવસાયો ઓનલાઇન જવામાં નોંધપાત્ર વધારો જોવાયો છે. મર્ચન્ટ્સના પ્રીફર્ડ ચેકઆઉટ પાર્ટનર તરીકે સિમ્પલ કન્વર્ઝન વધારવા અને રિટર્ન્સ ઘટાડવા માટે અત્યાધુનિક એઆઈ-આધારિત સોલ્યુશન્સ લાવવામાં અગ્રણી છે જે કોઈપણ ઓનલાઇન મર્ચન્ટની સફળતા માટે જરૂરી છે. અમે રાજ્યમાંથી અમારા મર્ચન્ટ્સના 100 ટકા સુધીના કન્વર્ઝન લાવવા અંગે રોમાંચિત છીએ અને અહીંથી આગામી 2-3 વર્ષમાં 2,000થી વધુ મર્ચન્ટ્સ ઉમેરવા માટે આતુર છીએ.”

અમદાવાદમાં યોજાયેલી ફ્લેગશિપ કમ્યૂનિટી આધારિત ફાઉન્ડર્સ ઇવેન્ટ ડીટુસી અનલોક્ડ આપણું અમદાવાદના 20મા ચેપ્ટરના પરિપ્રેક્ષ્યમાં આ બાબતો શેર કરવામાં આવી હતી. આ ઇવેન્ટમાં રાજ્યની 100થી વધુ ડાયરેક્ટ-ટુ-કસ્ટમર (ડીટુસી) બ્રાન્ડ્સ એકત્રિત થઈ હતી અને ચિંતનાત્મક પેનલ ડિસ્કશન યોજાઈ હતી જેમાં શાર્ક ટેંકમાં રજૂ થયેલી આદિલ કાદરી – હાઉસ ઓફ પ્રિમિયમ ફ્રેગનન્સીસના ફાઉન્ડર આદિલ કાદરીનટજોબના કો-ફાઉન્ડર અનન્યા મલ્લુ ઉપરાંત બ્રિલેર સાયન્સના કો-ફાઉન્ડર અને સીઈઓ જીગર પટેલપ્રોટચના ફાઉન્ડર અને સીઈઓ તનિષા લાખાણી તથા સિમ્પલના હેડ-સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને પાર્ટનરશિપ શિવમ દુબેએ ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.