આ મહિનામાં કર્મચારીઓ માટે ડીએના વધારાની જાહેરાત થઈ શકે
નવી દિલ્હી, સરકારી કર્મચારીઓ ખૂબ જ આશા સાથે સપ્ટેમ્બર મહિનાની રાહ જાેઈ રહ્યા છે. માહિતી મુજબ કેન્દ્ર સરકાર આ મહિનામાં પોતાના તમામ કર્મચારીઓ માટે ડીએના વધારાની જાહેરાત કરી શકે છે. જાેકે આ માટે હજુ સુધી સત્તાવાર તારીખની જાહેરાત સામે આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે કે સપ્ટેમ્બરની શરુઆતમાં આ વધારો થઈ શકે છે.
રિપોર્ટ મુજબ દેશમાં રિટેલ મોંઘવારીનો દર જુલાઈ દરમિયાન ૧૫ મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ચૂક્યો હતો. તેવામાં સરકારી મોંઘવારી ભથ્થું ૩ ટકા જેટલું વધારીને ૪૫ ટકા કરી શકે છે. તેમજ પગાર વધારો કર્મચારીઓને ૧ જુલાઈ ૨૦૨૩થી ગણાશે જેથી તેમણે એરિયર્સ પણ મળશે.
કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે મોંઘવારી ભથ્થાનું કેલક્યુલેશન દર મહિને શ્રમ બ્યુરો દ્વારા જાહેર CPI-IW આધારે કરે છે. ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશનના મહાસચીવ શિવ ગોપાલ મિશ્રાએ કેટલાક દિવસ પહેલા કહ્યું હતું કે જૂન ૨૦૨૩ માટે સીપીઆઈ આઈડબલ્યુ ૩૧ જુલાઈ ૨૦૨૩ના જાહેર કરવામાં આવ્યા હતા. અમે મોંઘવારી ભથ્થામાં ૪ અંકના વધારાની માગ કરીએ છીએ. જાેકે સરકાર ૩ ટકાથી વધારે ડીએ વધારવા પર વિચાર થી કરી રહી.
તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓ માટે વર્ષમાં બેવાર મોંઘવારી ભથ્થુ વધે છે. નાણા મંત્રાલય હેઠળનો વ્યય વિભાગ પોતાના રેવન્યુ અનુસાર ડીએ વધારા માટેનો પ્રસ્તાવ તૈયાર કરે છે. પ્રસ્તાવને મંજૂરી માટે કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ રાખવામાં આવે છે. જે બાદ જ ડીએમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે.
હાલ ૧ કરોડથી પણ વધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને ૪૨ ટકા મોંઘવારી ભથ્થુ મળે છે. જેમાં કેન્દ્ર સરકારના ચાલુ કર્મચારીઓને ડીએ મળે છે જ્યારે નિવૃત પેન્શનર્સને ડીઆર આપવામાં આવે છે. દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ આ બે મહિનામાં તેમાં વધારો કરવામાં આવે છે.
છેલ્લે મોંઘવારી ભથ્થામાં વધારો માર્ચ ૨૦૨૩માં કરવામાં આવ્યો હતો. જેમાં ૪ ટકા વધારીને તેને ૪૨ ટકા કરવામાં આવ્યો હતો. જે વધારો ૧ જાન્યુઆરી ૨૦૨૩થી લાગૂ માનવામાં આવ્યો હતો. તેવામાં સરકાર આગામી તહેવારોની સીઝન જાેતા મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બર મહિનામાં ડીએ વધારાની જાહેરાત કરી શકે તેવા પૂરા ચાન્સ છે.SS1MS