કોરોનાકાળમાં કેન્દ્રીય કર્મીઓનું રોકાયેલ ડીએ નહીં મળે
નવી દિલ્હી, કોરોના મહામારી દરમિયાન રોકવામાં આવેલ કેન્દ્રીય કર્મચારીઓનું અઢાર મહિનાના મોંઘવારી ભથ્થા અથવા ડીએ નહીં આપવામાં આવે. લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં સરકારે આ જાણકારી આપી છે. તેનાથી સરકારને ૩૪,૪૦૨.૩૨ કરોડ રૂપિયા બચશે.
જેનો ઉપયોગ મહામારીથી ઉબરવામાં કર્યો છે. હકીકતમાં જાેઈએ તો, કોરોના કાળમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારીની રાહતના ત્રણ હપ્તા નથી આપ્યા. જાન્યુઆરી ૨૦૨૦, જૂલાઈ ૨૦૨૦ અને જાન્યુઆરી ૨૦૨૧નું મોંઘવારી ભથ્થા અને મોંઘવાર રાહત નથી આપી. DA of central employees stopped during Corona will not be given
સરકારે સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે, હાલના સમયમાં બજેટ ખોટ FRBM Actની જાેગવાઈની સરખામણીમાં બેગણી છે, એટલા માટે આ ડીએ આપવાનો પ્રસ્તાવ નથી. સરકારનું કહેવું છે કે, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા રોકવાનો ર્નિણય ૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ કોરોનાકાળ દરમિયાન લેવામાં આવ્યો હતો. જેથી સરકારી નાણાકીય બોજ વધવા લાગ્યો.
હાલમાં પણ સરકારની રાજકોષિક ખોટ ડબલથી વધારે સ્તર પર ચાલી રહી છે. હાલમાં સરકારને રાજકોષિય ખોટથી ઉબરવા માટે અમુક સમય લાગી શકે છે.SS1MS