Western Times News

Gujarati News

દીપિકા પાદુકોણ ડાબર આમલા હેર ઓઈલની નવી બ્રાન્ડ એમ્બેસેડર બની

Dabur names Deepika Padukone as New Brand Ambassador for Dabur Amla Hair Oil

ભારતની સૌથી મોટી ફિમેલ સુપરસ્ટાર સાથે ‘ફોટોકોપી નહીં, ચૂનો અસલી આમલા, ડાબર આમલા’ કેમ્પેઈન લોન્ચ કર્યું

નવી દિલ્હી, ભારતની સૌથી મોટી નેચરલ પર્સનલ કેર કંપની ડાબર ઈન્ડિયા લિમિટેડે આજે વિશ્વની નંબર વન હેર ઓઈલ બ્રાન્ડ ડાબર આમલાની નવી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને સાઈન કરવાની જાહેરાત કરી છે.

કંપની દીપિકા પાદુકોણની સાથે એક નવું ટીવી કેમ્પેઈન “ફોટોકોપી નહીં, ચૂનો અસલી આમલા, ડાબર આમલા” પણ શરૂ કરી રહી છે. આ કેમ્પેઈનમાં દીપિકા પાદુકોણ અસલી આમલા, ડાબર આમલાનો ઉપયોગ કરવા વિશે વાત કરે છે જે સામાન્ય આમલા હેર ઓઈલની તુલનામાં બે ગણા સુધી વાળને મજબૂત બનાવે છે. તે દર્શકોને કહે છે કે જ્યારે વાળની ​​સંભાળ રાખવાની વાત આવે ત્યારે ડુપ્લિકેટ આમલા નહીં, અસલી આમલાનો ઉપયોગ કરો.

ડાબર ઈન્ડિયા લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ (માર્કેટિંગ) શ્રી અભિષેક જુગરાને કહ્યું “અમને ડાબર આમલા પરિવારમાં દીપિકા પાદુકોણનું સ્વાગત કરતાં આનંદ થાય છે. અમને વિશ્વાસ છે કે આ એસોસિએશન બ્રાન્ડને વધુ મજબૂત બનાવશે અને અમારા ગ્રાહકો સાથે વધુ સારી રીતે જોડાણ બનાવવામાં અમારી મદદ કરશે.

ડાબર આમલા હેર ઓઈલ હંમેશા મજબૂત, લાંબા અને સુંદર વાળ સાથે સંકળાયેલું છે અને તેણે વિશ્વભરની લાખો મહિલાઓને વધુ આત્મવિશ્વાસ અને સુંદર અનુભવવા માટે સશક્તિકરણ કર્યું છે. તે 80થી વધુ વર્ષોના વારસા સાથે હંમેશા વિશ્વસનીય બ્રાન્ડ રહી છે. દીપિકાનું વાઇબ્રન્ટ વ્યક્તિત્વ, દર્શકો સાથે જોડાવાની સમગ્ર ભારતમાં તેની અપીલ, તેનો આત્મવિશ્વાસ અને તેની સુંદરતા તેને અમારી બ્રાન્ડ માટે પરફેક્ટ ચહેરો બનાવે છે.”

ડાબર આમલા હેર ઓઈલ સાથેના જોડાવવા અંગે દીપિકા પાદુકોણે જણાવ્યું હતું કે “મને ખુશી છે કે હું પ્રતિષ્ઠિત ડાબર આમલા હેર ઓઈલ પરિવાર સાથે જોડાવવા જઈ રહી છું. મારું માનવું છે કે આ હેર ઓઈલ અનેક પેઢીઓથી મહિલાઓને સશક્ત બનાવી રહ્યું છે. મારા વાળને દરરોજ અનેક સમસ્યાઓ નડે છે અને હું દર અઠવાડિયે ડાબર આમલા હેર ઓઈલથી જ પોતાના વાળને પોષણ આપું છું.”

“ભારતીય પરિવારોમાં સદીઓથી મહિલાઓ વાળ મજબૂત બનાવવા માટે તેલનો ઉપયોગ કરતી આવી છે. ડાબર આમલા હવે હેર ઓઇલનો પર્યાય બની ચૂક્યું છે. તે પેઢીઓથી મહિલાઓની પહેલી પસંદ બન્યું છે જે તેમના વાળને મજબૂત અને સુંદર બનાવે છે” એમ શ્રી જુગરને ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.