Western Times News

Gujarati News

દાદી મા કોકિલાબેન અંબાણીએ ગરબા નાઈટનું આયોજન કર્યું

મુંબઈ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્વે દાદી મા કોકિલાબેન અંબાણી દ્વારા ભવ્ય ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના લગ્નની વિધિઓ માટે રાધિકા ગરવી ગુજરાતણ સ્વરૂપમાં આવી ગઈ છે. ગરબા નાઇટમાં પણ તેણે જાંબલી રંગના ચણિયાચોળી સાથે બાંધણીનો દુપટ્ટો પહેર્યાે હતો. ખાસ તો તેના ચણિયામાં શ્રીનાથજીની એમ્બ્રોડરીએ બધાંનું ધ્યાન ખેંચ્યું હતું.

અનંતે પેસ્ટલ પિંક કૂર્તાે અને જેકેટ પસંદ કર્યા હતા. આ પ્રસંગે નીતા અંબાણીએ પેસ્ટલ શેડના ચણિયાચોળી અને મોટી વહુ શ્લોકા મહેતાએ મલ્ટી કલરના ચણિયાચોળી પહેર્યા હતા. આ પ્રસંગે કોકિલાબહેન અને પરિવારના અન્ય સભ્યો સાથેની તસવીરમાં પણ અનંત અને રાધિકા દેખાયા હતા. અંબાણી પરિવાર અને તેમના નિકટના મિત્રો પાર્થિવ ગોહિલના ગરબાના તાલે ઝૂમ્યા હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.