Western Times News

Gujarati News

3 વર્ષ સુધીમાં ન્યાય મળી જશે હવે ન્યાય માટે વર્ષો સુધી રાહ નહીં જોવી પડે –કેન્દ્રીય ગૃહ મંત્રી

દેશના ૧૭ હજાર પોલીસ સ્ટેશન અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કરાયા અને ઇ કોર્ટ માધ્યમથી ૨૨ હજાર અદાલતો જોડવામાં આવી-૫૦મી ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસનો સ્વર્ણ જયંતી સમારોહ યોજાયો

ગાંધીનગરના દહેગામ તાલુકા ખાતે લવાડમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની ઐતિહાસિક સુવર્ણ જયંતી આવૃત્તિનું ઉદઘાટન કેન્દ્રીયશ્રી ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું

પરિવર્તન વગર સફળતા નથીઆવનારા સમયમાં ભારતની એન્ટી ક્રિમિનલ સિસ્ટમને સૌથી આધુનિક- સૌથી તેજ બનાવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે- કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહ

ગાંધીનગરના દહેગામ તાલુકામાં  લવાડ ખાતેની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની ઐતિહાસિક સુવર્ણ જયંતિ આવૃત્તિનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. સંશોધન અને વિકાસ બ્યુરો તથા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ૫૦માં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું તા.૧૯ અને ૨૦ નવેમ્બર એમ બે દિવસ યોજાશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કેઅખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન કાર્યક્રમ અંતર્ગત ચોથી વખત તેઓ આ પ્રસંગમાં હાજરી આપી રહ્યા છે. પ્રથમવાર લખનૌમાં આ કાર્યક્રમમાં તેઓ સહભાગી બન્યા હતાતેમ જણાવી તેમણે કહ્યું હતું કે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન માત્ર મીટીંગનું બહાનું ન બની રહે અને આ કાર્યક્રમ  અસરકારક બને એ માટેની તકેદારી ખૂબ જ જરૂરી છે.

દેશદુનિયાઅપરાધ જગત બધામાં જે રીતે પરિવર્તન આવી રહ્યું છેતે રીતે પોલીસે અપરાધના વિરોધમાં લડવાની ક્ષમતા દર્શાવતી સિસ્ટમ મજબૂત બનાવવાની જરૂર છે. જ્યારે આ જવાબદારી પોલીસ વિજ્ઞાન કોંગ્રેસ સ્વીકારે છેત્યારે આપણે તેનું નવું સ્વરૂપ અને બદલાવ સાથે અનુસંધાન અને વિકાસ બે શબ્દને જોડી જન જન સુધી સુરક્ષા પહોંચાડવાની જવાબદારી છે.

તેમણે ઉમેર્યું હતું કેઆવનારા પડકારો સમજ્યા વગર કોઈ પ્લાનિંગ કરાય તો તેમાં ક્યારેય સફળતા મળતી નથી. ભારત આવનારા ૨૦ વર્ષોમાં દરેક ક્ષેત્રમાં અવ્વલ બની રહેશે. આ ૧૦ વર્ષોમાં સૌએ હવે ટેકનોલોજી સાથે  કદમ મિલાવી આગળ વધવાનું છે. કોઈ પણ વ્યવસ્થામાં જ્યારે આગળ વધો ત્યારે રૂકાવટો જરૂર આવે છેતેને દૂર કરી આગળ વધતા આશ્ચર્યજનક સફળતાઓ પણ પ્રાપ્ત થઈ છે જ તેમ તેમણે ગૌરવભેર ઉમેર્યુ હતુંવ એપ્રિલ- ૨૦૨૮ પહેલા આપણે દુનિયાની ત્રીજા નંબરની સૌથી મજબૂત અર્થતંત્ર ધરાવતા દેશના નાગરિક હોવાનો ગર્વ કરીશું.

તેમણે ઉમેર્યું હતું કેકોરોનાનાં સંકટમાં ભારત વિશ્વના અન્ય દેશો માટે વધારે ચિંતાનો વિષય હતોકારણ કે ૧૪૦ કરોડની આબાદી સાથે કેવી રીતે આ મહામારી સામે લડવું એ વિચારવાનો વિષય હતોત્યારે આપણી વૈદિક પરંપરા અને આયુર્વેદની સંસ્કૃતિ સાથે આપણે અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ મજબૂતાઈથી ટકી રહ્યા અને ઓછામાં ઓછા નુકસાન સાથે ઊભા પણ થયા છીએ. સાથેજ ભારતની આંતરિક સુરક્ષા અને ન્યાય પ્રણાલીમાં અમુલ  પરિવર્તન લાવી ચૂક્યા છીએ.

 તેમણે ઉમેર્યુ હતું કે, “પરિવર્તન વગર સફળતા નથી આવનારા સમયમાં ભારતની એન્ટી ક્રિમિનલ સિસ્ટમને સૌથી આધુનિક સૌથી તેજ બનાવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. જેમા ત્રણ નવા અપરાધિક કાનૂનની શરૂઆત બાદ દેશના કોઈપણ ખૂણાની કોઈ પણ કોર્ટમાં વધીને વધી ત્રણ વર્ષ સુધીમાં ન્યાય મળી જશે.હવે ન્યાય માટે વર્ષો સુધી રાહ નહીં જોવી પડે. તેમ  જવાબદારી સાથે જણાવું છું.” તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

લક્ષ્યની શરૂઆતથી પરિણામ એટલે કે સફળતા સુધી આપણે જવાનું છે પરંતુ આ સફળતા કોઈ અંકો કે આંકડાઓથી સાબિત થતી નથી કેઆવા આંકડાઓથી લક્ષ સિદ્ધિ પણ થતી નથીતેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કેકશ્મીર ઉત્તર પૂર્વ અને નક્સલવાદ ક્ષેત્રમાં પણ  પહેલા અને હાલની પરિસ્થિતિની તુલના કરાતા જાણવા મળે છે કેઆ વિસ્તારોમાં હવે ૭૦ ટકા હિંસા બંધ થઈ છે તે પણ આપણી મોટી સફળતા છે.

આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે નાર્કોટિક ક્ષેત્રે ૦૫ લાખ ૪૫ હજાર કિ.ગ્રા અને અત્યારેની કિંમતે રૂ. ૩૫ હજાર કરોડનો માલ જપ્ત કરવામાં આપણે સફળતા મેળવી છે. આનો મતલબએ નથી કેનાર્કોટિકના કેસ વધ્યા છેપરંતુ પાછલા દસ વર્ષમાં આપણે આપણી સુરક્ષા તથા પોલીસની પ્રક્રિયા થકી આ સફળતા મેળવી છે. ઉપરાંત ચાર વર્ષમાં ખૂબ જહેમત થકી ત્રણ અપરાધિક કાનૂન પરિણામ અને પરિમાણ બંને દ્રષ્ટિએ દેશની અપરાધકીય પરિસ્થિતિઓને રોક લગાવવા માટે ફાયદાકારક નિર્ણય પણ લેવાયો છે.

કોમ્પ્યુટરાઈઝેશન સી.સી.ટી. એન.એસ થકી સૌથી પહેલા આ પ્રક્રિયામાં ૧૭૦૦૦ પોલીસ સ્ટેશનને જોડવામાં આવ્યા છે. તેમનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈ- કોર્ટના માધ્યમથી ૨૨ હજાર અદાલતોને જોડવામાં આવીવિઝનમાં બે કરોડ કેદીઓનો ડેટા ઉપલબ્ધ છેઅને પ્રોહિબિશનમાં એક કરોડ પચાસ લાખથી વધુ પ્રોહિબિશનનો ડેટા છેઈ- ફોરેન્સિકમાં ૨૩ લાખથી વધુ ફોરેન્સિક યુઝર્સનો ડેટા જ્યારે નફીસ ( નેશનલ ઓટોમેટેડ ફીંગરપ્રિંટ આઈડેન્ટિફીકેશન સિસ્ટમમાં ૦૧ કરોડ ૦૬ લાખ લોકોના ફિંગર્સ પ્રિન્ટનો ડેટા ઉપલબ્ધ છે.

આ ઉપરાંત આઈ મોટમાં લગભગ ૨૨  હજાર આતંકવાદી પ્રવૃત્તિઓની પ્રોહિબિશન પૂર્ણ થયા સુધીનો ડેટા અને ઇન્વેસ્ટિગેશન ડેટા બધું જ ઉપલબ્ધ છેજ્યારે નિદાનમાં ૭ લાખ નાર્કોટ ઓફેન્ડરનો ડેટા છે. ઉપરાંત એક લાખ હ્યુમન ટ્રાફિકિંગ ઓફેન્ડરના ડેટા અને ક્રાઇમ મલ્ટી એજન્સી સેન્ટરમાં ૧૬ લાખ એલર્ટ પણ જોડાયા છે. આ સિવાય હવે જે પણ નવીન કાર્ય થશે તે પણ આ ડેટામાં જોડાતા રહેશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ સાથે જ કોર્ટ,પ્રોસિક્યુશન,પોલીસજેલએફ.એસ.એલ બધાને જોડવાની વ્યવસ્થા સાથે એક પ્રક્રિયા તૈયાર થઈ છે જે અપરાધથી સજા અને સજાથી જેલ સુધીની બધી જ પ્રક્રિયામાંથી પૂર્ણ થાય છે.

આ સાથે જ તેમણે ત્રણ કાનૂન ભારતીય ન્યાય સંહિતાભારતીય નાગરિક સુરક્ષા સંહિતાભારતીય સાક્ષર અધિનિયમનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે૨૭ જગ્યા ઉપર બદલાવ થકી જે વ્યાખ્યા ઊભી થઈ છે તેમાં ટેકનોલોજી બદલાતી રહેશેપરંતુ કાનૂનની વ્યાખ્યામાં હવે બદલાવ ક્યારેય નહીં આવે.

અંતે તેમણે કહ્યું હતું કે ૧૫૦ વર્ષ જૂના કાયદામાં નાગરિકો મધ્યમાં ન હતા. જ્યારે હવે બનેલા ત્રણ કાયદામાં નાગરિક અને નાગરિકના અધિકાર ધ્યાનમાં રાખીને આ કાયદો બનાવવામાં આવ્યો છે. આ ત્રણ કાનૂનમાં બધી જ વસ્તુઓ ટેકનોલોજી સાથે જોડવામાં આવી છે. આનાથી ખૂબ જ ઝડપી ન્યાય પ્રક્રિયા ખૂબજ ઝડપી બનશેતેમ પણ તેમણે ઉમેર્યું હતું.

તેમણે દેશભર માંથી ઉપસ્થિત મહાનુભાવોને જણાવતા કહ્યું હતું કેએ.આઈના ઉપયોગ કરી સંગ્રહેલા ડેટાને પરિણામ લક્ષી બનાવી એનાલિસિસ થકી પ્રેક્ટિકલ વિશ્લેષણ દ્વારા વ્યવસ્થાને સુધારવાની  જરૂરિયાત હોવાનું સૂચન કર્યું હતું.આ વિષયને તેમણે એક ચેલેન્જના રૂપમાં સ્વીકારવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

આ અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસમાં સૌને આવકારતાં કહ્યું કેદેશની સ્વતંત્રતાની શતાબ્દિ સુધીના આ અમૃતકાળમાં ભારત દરેક ક્ષેત્રમાં સર્વ પ્રથમસક્ષમ અને આત્મનિર્ભર બને તેવો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે.

દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવાની પહેલી શરત છે કેદેશની સીમાઓ સુરક્ષિત હોય અને દેશમાં આંતરિક સુરક્ષા અને કાયદો વ્યવસ્થા મજબૂત હોય.

 તેમણે ઉમેર્યું હતું કે સૌ માટે ગર્વની વાત છે કે દેશની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાનું દાયિત્વ દેશના કર્મઠ ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ સંપૂર્ણ નિષ્ઠા સાથે સંભાળી રહ્યા છે. શ્રી અમિત ભાઈના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કાયદો-વ્યવસ્થા અને પોલીસ દળમાં અનેક રિફોર્મ કરવામાં આવ્યા છે. કોમ્યુનિટી પોલિસિંગની સાથે સાયન્ટિફિક પોલિસિંગ પર ભાર મુકાયો છેજેના કારણે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનની પદ્ધતિમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે.

પોલીસ દળના મોર્ડનાઈઝેશન વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,  વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને ગૃહમંત્રીશ્રી અમિભાઈના વિઝનના કારણે CCTNS (ક્રાઇમ એન્ડ ક્રિમિનલ નેટવર્ક ટ્રેકિંગ સીસ્ટમ) અને ICJS (ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ) સમગ્ર દેશમાં અસરકારક  રીતે લાગુ થઈ છે. આ વ્યવસ્થાને લીધે એક જ વાર પોલીસ કેસના ડેટાથી પોલીસફોરેન્સિકપ્રોસિક્યૂશનકોર્ટ અને પ્રિઝન બધાં જ એક્સેસ કરી શકે છે અને તેથી તપાસ ઝડપી બની છે.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પોલીસ વિજ્ઞાનભારતીય ન્યાય સંહિતા કાયદોમિશન કર્મયોગીઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસ ૨૦૨૪-  ૫૦મું સંમેલન મળી 4 પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

આ અખિલ ભારતીય વિજ્ઞાન સંમેલનમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, BPRD ના મહાનિર્દેંશક રાજીવકુમાર શર્મા, BPRD ના એડીશનલ DG રવિ જોસેફ લોક્કુરાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના ઉપ કુલપતિ બિમલ પટેલ તથા રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય અને દેશભરમાંથી વિશેષ સુરક્ષા ,ટેક્નોલોજી,ફોરેન્સિક માટે વિવિધ જગ્યાએ કાર્યરત અને નિષ્ણાત એવા મહાનુભાવો  ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.