આફ્રિકા-ઈંગ્લેન્ડના વાળંદ સમાજના લોકો દહેગામમાં આવેલા લીમ્બચી માતાના દર્શને ઉમટ્યા

વાળંદ સમાજના આદ્યશક્તિ લીમ્બચીમાતાના મંદિરે દહેગામને ૧૦૦ વર્ષ પૂરા થતા શતાબ્દી મહોત્સવની ઉજવણી
દહેગામ, દહેગામ ખાતે એક વિસ્તાર આવેલો છે જેનું નામ જ લીંબચી માતાની ફળી તરીકે સમગ્ર તાલુકામાં જાણીતું છે. અહીંના સુંદર મંદિરમાં સમગ્ર વાળંદ સમાજના આદ્યશક્તિ લીમ્બચી માતાની મૂર્તિ સ્થાપિત થયેલી છે જેની પ્રતિષ્ઠાને ૧૦૦ વર્ષ સંવત ર૦૮૧ના ફાગણ સુદ પાંચમના રોજ પૂરા થઈ રહ્યા છે.
ત્યારે માતાજીના આશીર્વાદ સમગ્ર વાળંદ સમાજના જ્ઞાતિજનોને મળે તેમજ એક બને નેક બને અને બધા જ સમૃદ્ધ બને તેવા શુભ સંકલ્પ સાથે સમગ્ર વાળંદ સમાજ દ્વારા શતાબ્દી મહોત્સવ વર્ષ ર૦રપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીગ્નેશ બારોટના ડાયરો, સવારે ભવ્ય શોભાયાત્રા, બાઈક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારની સવારે યજ્ઞ પ્રારંભથી લઈ ધજા આરોહણ ઉત્સવ ત્યારબાદ મહા આરતી ભોજન પ્રસાદ અને શ્રીફળ હોમવામાં આવશે.
આ મહોત્સવમાં પ્રથમ દિવસે તા.૩ના રોજ સોમવારે સવારે યજ્ઞથી પ્રારંભ થયો હતો, ત્યારબાદ ઉમિયા માતાના મંદિરથી સમાજના યુવાનો અને દીકરીઓ તેમજ અન્ય જ્ઞાતિજનો બાઈક અને કાર સાથે તેમજ બહેનો એક્ટિવા સાથે માતાજીની ધજા લઈ સમગ્ર દહેગામ નગરની અંદર લીમ્બાચી માતાનો જયજયકાર કર્યો હતો.
ત્યારબાદ લીંબચી માતાના મંદિરથી ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલે નાચતા ગાતા ગરબા ગાતા માતાજીનો જય જયકાર કરતા જીઈબી વર્ડ થઈ ગાયત્રી મંદિર થઈ બારોટવાળા અને લીમ્બચી માતાએ પરત પહોંચી હતી જેમાં દહેગામના નાગરિકોએ બગીમાં સવાર થયેલ માતાજીની મૂર્તિના ભવ્ય દર્શન કર્યા હતા.
સમગ્ર સમાજ અત્યારે હાલ આ અવસરમાં તન મન ધનથી સાત સહકાર આપી દહેગામમાં ઉમટી પડયો છે. પરદેશથી આફ્રિકાથી લંડન અને અન્ય વિદેશથી પણ સમગ્ર વાળંદ સમાજના પરિવારો અત્યારે આ અવસરે ઉજવણીમાં પધાર્યા છે,
ત્યારે આવા રૂડા આનંદના અવસરે સર્વ ભાવિક જનતાને પણ આ મહામૂલા શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા કોંગોના આનંદભાઈ શર્માએ જણાવ્યું હતું. સમાજના પ્રમુખ નારણદાસ મંગળદાસ વાળંદ દહેગામ તેમજ ૮૪ જૂન લીંબચ માતા મંદિર ટ્રસ્ટીગણની દેખરેખ નીચે સમગ્ર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.