દહેગામ નગરપાલિકામાં પ્રમુખને બદલવાની માંગ સાથે ૧૩ નગરસેવકોનો બળવો
દહેગામ, દહેગામ નગરપાલિકામાં વર્તમાન પાલિકા પ્રમુખ પીનાબેન શાહને બદલવાની ઉગ્ર રજુઆત્ેા ભારે હડકંપ મચાવ્યો છે. નગરપાલિકાના ભાજપના જ ૧૩ નગરસેવકોએ આ મામલે રીતસરનો બળવો કર્યો છે. તેઓએ જીલ્લા ભાજપ પ્રમુખને મળીને દહેગામ પાલિકા પ્રમુખને બદલવાની સહીઓ સાથે લેખિતમાં રજુઆત કરી છે.
જેના કારણે દહગામના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.બળવો કરનાર નગરસેવકોએ સવા વર્ષે પ્રમુખ બદલવા માટે અગાઉ આગેવાનોએ આપેલું વચન આગળ ધર્યુે છે.
આ મામલે આગામી દિવસોમાં પાર્ટી દ્વરા શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. દહેગામ પાલિકાની વર્ષ ર૦ર૧માં થયેલી ચૂંટણીમાં ભારે બહુમતિ સાથે ે નગરના મતદારોએે ર૮ પૈકી ભાજપના ર૩ નગરસેવકોને ચૂંટી કાઢીને પુર્ણ બહુમતિ આપી દીધી હતી. વિકાસની વણઝાર લાગશે એમ માનતા શહેરીજનોને અત્યારે નગરસેવકનોા પરસ્પરના મતભેદો જાેવાનો વારો આવ્યો છે.