Western Times News

Gujarati News

દહેજ બંદરને ૩-રેલવે, ૮-પોર્ટ, ર-એરપોર્ટ, ર એક્સપ્રેસ-વે અને એક હાઈવે સાથે જાેડાશે

ભરૂચ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ભરૂચના દહેજ બંદરને તમામ પ્રકારની પરિવહન સુવિધા સજ્જ કરાઈ રહ્યંું છે. દહેજ પોર્ટ, , રેલ, ૮ પોર્ટ, ર એરપોર્ટ, બે એકસપ્રેસ વે, એક હાઈવે અને એક કોસ્ટલ રોડથી આગામી સમયમાં જાેડાઈ જશે.

હાલ દહેજ બંદર અને ઔદ્યોગિક વસાહત ૬ ખાનગી જેટીથી સજ્જ છે જેમાં આવનાર સમયમાં કરોડોના ખર્ચે વધુ ર સરકારી પોર્ટ આકાર પામનાર છે. રેલવે મારફતે તે ભરૂચ-દહેજ બ્રોડગેજ લાઈનથી દેશના રેલ નેટવૃક સાથે જાેડાયેલ છે. જેમાં તે દહેગામથી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સાથે વર્ષ ર૦ર૭ સુધીમાં સંકળાઈ જશે. વધુમાં વર્ષ ર૦ર૪માં જ દયાદરાથી દિલ્હી- મુંબઈ ડેડીકેટેડ વેસ્ટર્ન ફ્રેઈટ કોરિડોર ગુડઝ ટ્રેન પ્રોજેકટ સાથેકનેક્ટિવીટી મળશે.

હાઈવેમાં સ્ટેટ હાઈવે બાદ મુંબઈ-દિલ્હી એકસપ્રેસ વે જાેડે આ વર્ષના અંત સુધીમાં જાેડાણ મળી જશે. તો ૮૦૦ કરોડના ખર્ચે ૮ લેન એકસપ્રેસ કંટ્રોલ એકસપ્રેસ વે નું નિર્માણ કાર્ય શરૂ કરાશે.

વધુમાં ભાડભૂત બેરેજ બની રહ્યો હોય દહેજથી હજીરાનું ફોરલેન બ્રિજને લઈ અંતર ઘટી જશે. વધુમાં હાલ અંકલેશ્વરમાં એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે જે પૂર્ણ થયા બાદ દહેજમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ આકાર લેનાર છે. દહેજ-વાગરા-ભરૂચ માર્ગ પણ અપગ્રેડ કરવામાં આવનાર છે સાથે જ દહેજમાં રપ કિ.મી.નો કોસ્ટલ રોડ સાથે ઈરજન્સી એસ્કેપ રોડ પણ નિર્માણ કરવાનું આયોજન છે.

દેશનું પહેલું દહેજમાં કેમિકલ લોજેસ્ટિક પાર્ક પણ બનાવવામાં આવનાર છે. હાલ દહેજમાં ૧ર,રર૦ લોકો સીધી રોજગારી અને ૪૬,રર૦ લોકો પરોક્ષ રોજગારી મેળવી રહ્યા છે. જે આગામી સમયમાં વધુ ૩૦,૦૦૦ લોકોને પ્રત્યક્ષ અને ૯૦,૦૦૦ લોકોને પરોક્ષ રોજગારી મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.