પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ રૂ.૩ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

ફરીયાદી વિરુદ્ધ થયેલ અરજીના નિકાલ માટે પ્રથમ રુપીયા ૫૦૦૦ની માંગણી કરી હતી.
(પ્રતિનિધિ) ગોધરા., દાહોદ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલને એસીબીએ રૂપીયા ૩ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા લાંચીયા કર્મચારીઓમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
દાહોદ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા આરોપી પોલીસ કોન્સ્ટેબલ રમેશ વાધમસીએ ફરીયાદી વિરુદ્ધ થયેલ અરજીના નિકાલ માટે પ્રથમ રુપીયા ૫૦૦૦ની માંગણી કરી હતી. ફરિયાદીએ પૈસાની વ્યવસ્થા ન હોવાનું જણાવી કોન્સ્ટેબલ રમેશ વાધમસીને થોડી રકમ ઓછી કરવાનુ કહેતા આરોપી કોન્સ્ટેબલે ૩૦૦૦ રૂપિયામાં સમાધાન કર્યું હતું.
ફરીયાદી લાચની રકમ આપવા માંગતા ન હોઈ પંચમહાલ એસીબીમા લાંચીયા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ફરીયાદીની ફરીયાદના આધારે પંચમહાલ એસીબીએ ગઈકાલે પંચોની હાજરીમાં છટકું ગોઠવ્યું હતું. જે છટકામા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસે રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ પોલીસ કોન્સ્ટેબલ રમેશ વાધમસીએ ફરિયાદી પાસે નક્કી થયા મુજબના ૩૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા તેને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.
પંચમહાલ એસીબીએ લાંચીયા કોન્સ્ટેબલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના છટકામા ઝડપાઈ જતા લાંચીયા કર્મચારીઓ સહિત પોલીસ બેડા મા ચકચાર મચીજવા પામી છે.