ર૧ વર્ષથી ફરાર આરોપી સહિત ૯ ખૂંખાર ગુનેગારોને દાહોદ પોલીસે ઝડપી લીધા
દાહોદ, દાહોદ જિલ્લામાં નવ નિયુકત એસ.પી. ડો. રાજદીપસીંહ ઝાલાએ વિધિવત રીતે પદભાર સંભાળ્યા બાદ દાહોદ જિલ્લામાંથી અસામાજિક પ્રવૃતિઓ તેમજ ગુનાખોરીને ડામવા માટેના નિર્દેશો બાદ દાહોદ એલસીબી પોલીસે પંચમહાલ, મહીસાગર,
વડોદરા તેમજ દાહોદ જિલ્લામાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપી તરખાટ મચાવનાર જુદી-જુદી ગેંગના ૯ જેટલા આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા છે. જાેકે પકડાયેલા આરોપીઓમાં છેલ્લા 21 વર્ષથી ઉપરોકત જિલ્લામાં આતંક મચાવનાર ઈનામી આરોપીનો પણ સમાવેશ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્ય ગુજરાતમાં સમાવિષ્ટ દાહોદ જિલ્લા તેમજ મધ્યપ્રદેશ, રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં વસવા ટકરતા અને ધાડ લુંટ અને ઘરફોડ ચોરીઓ જેવી પ્રવૃતિઓમાં સામેલ ગુનેગારોને ઝડપી પાડવા તેમજ દાહોદ જિલ્લામાંથી અસામાજિક પ્રવૃતિ તેમજ ગુનાખોરીને કડક રીતે ડામી દેવા
તાજેતરમાં નિયુક્તિ પામેલા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં દાહોદ એલસીબી પોલીસના પી.આઈ. કે.ડી. ડીંડોર તેમજ તેમની ટીમે એક જ દિવસમાં ઘરફોડ ચોરી, ધાડ, લૂંટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા જુદા જુદા ગેંગના આરોપીઓને દબોચી પાંજરે પૂર્યા છે.
દાહોદ જિલ્લાના સુખસરમાં એક, મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ મથકમાં ત્રણ પંચમહાલના મોરવા તેમજ પાવાગઢમાં બે મળી કુલ છ જેટલા ધાડના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા એકવીસ વર્ષથી પોલીસને હાથતાળી આપી ફરાર થયેલા દસ હજાર રૂપિયાના ઈનામી આરોપી મોહનભાઈ કાળીયાભાઈ ચારેલ (ઝારણી, થાદલા મધ્યપ્રદેશ),
વડોદરા જિલ્લામાં કજરણ પોલીસ મથકમાં ચાર વર્ષ અગાઉ ઘરફોડ ચોરીમાં સામેલ અને છેલ્લા ચાર વર્ષથી ફરાર દસ હજાર રૂપિયાના ઈનામી આરોપી દિનેશ શેઠીયાભાઈ માવી (શ્યામલકું ભાભરા, અલીરાજપુર), દાહોદ જિલ્લાના લીમખેડા, તેમજ દાહોદ રૂરલ તથા તાપી જિલ્લાના સોનગઢમાં લૂંટ
તેમજ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા અને છેલ્લા છ વર્ષથી વોન્ટેડ અપસીંગ મલાભાઈ પલાસ, (જાદાખેરીયા લીમેડા), દાહોદ ટાઉન તેમજ અમદાવાદ ગ્રામ્યમાં ધાડ તેમજ ઘરફોડ ચોરીમાં સામેલ રાકેશ રસુલ બીજીયા ભાભોર (રહે. છરછોડા, ગરબાડા), કામરેજ પોલીસ મથકમાં પાંચ તેમજ ગાંધીધામના કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં સામેલ
અને પાંચ વર્ષથી નાસતા ફરતા સરદાર મનજી ભાભોર રહે. વડવા, ગરબાડા), મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા હિતેશ કાજુ ભાભોર (વડવા ગરબાડા), તેમજ રાજસ્થાનના સલમાન અફઝલ પઠાણ (રહે. સલોપાટ, ગાંગડતલાઈ) રાજસ્થાન સુરેશ ભરતસિંહ ઠાકોર (સુતરીયા, બાલાસિનોર, મહીસાગર)
જેઓ ગત વર્ષે દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ મથકમાં ચોરીની ઘટનામાં સામેલ હતા ઉપરોકત તમામ આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડતા ગુનેગારોમાં ફફડાટનો માહોલ જાેવા મળ્યો હતો.