દાહોદમાં સરદાર આવાસમાં થયેલી ગેરરીતિનો અહેવાલ સરકારને સુપરત

નકલી કચેરી નકલી પોલીસ ઓફિસર નકલી ઈન્કમટેક્ષ ઓફિસર વિગેરેના કૌભાંડોએ દાહોદને કુખ્યાતીથી પ્રસિદ્ધ કર્યું છે. -આવાસ યોજનાનું મોટું કૌભાંડ ભૂગર્ભમાંથી ડોકિયું કરી રહ્યું છે
દાહોદ, ગુજરાતમાં અનેકવિધ રીતે એટલે કે નકલી એને નકલી કચેરી નકલી પોલીસ ઓફિસર નકલી ઈન્કમટેક્ષ ઓફિસર વિગેરેના કૌભાંડોએ દાહોદને કુખ્યાતીથી પ્રસિદ્ધ કર્યું છે. રાજ્યભમાં છેલ્લા કેટલાક સમયથી દાહોદ છવાયેલું રહ્યું છે
ત્યારે તમામ કૌભાંડોને બાજુ પર મૂકે એવું એક મસમોટું કૌભાંડ દાહોદ જિલ્લામાં ભૂગર્ભમાંથી ડોકયુ કરી બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યું છે. જો કે, દાહોદ જિલ્લામાં આમ પણ આવાસ યોજનામાં ગેરરીતિ થતી હોવાની બૂમો ઉઠવા પામી છે.
પરંતુ દાહોદ જિલ્લા અને તાલુકામાં ઈ.સ.ર૦૧પ-૧૬ના સમયમાં સરદાર આવાસા યોજનામાં કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું હતું પરંતુ કોઈક કારણસર સમગ્ર બાબતને ભૂગર્ભમાં દાટી દેવામાં આવી હતી. ત્યારે કરોડોનું કૌભાંડ થયા હોવાના આક્ષેપો સાથે રજૂઆતો બાદ સરકારે સ્થાનિક કક્ષાએ તેમજ ઉચ્ચકક્ષાએથી તપાસ સમિતિ પણ મૂકી હતી.
આ સમિતિએ મૂકેલા અહેવાલ અનુસાર તાજેતરમાં જિલ્લા પંચાયતમાં થયેલી પીઆરસી પેરામાં (ઓડિટ) પેરામાં ગેરરીતિ થયું હોવાનું અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ભલામણ પણ કરવામાં આવી છે ત્યારે હજુ સુધી એ દિશામાં શા માટે કોઈ પગલાં લેવાયા નથી તે મોટો પ્રશ્ન યજ્ઞપ્રશ્ન બની રહ્યો છે. દાહોદ જિલ્લામાં કરોડોના ખર્ચે સ્થળ ઉપર મકાનો જ નથી બન્યા અથવા લાભાર્થીઓ ખોટા દર્શાવી અન્ય લોકોના ખાતામાં પૈસા જમા કરાવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
જો કે, આ ગેરરીતિ સામે જાગૃત નાગરિકો સરકારી અમલદારો અને લાભથી વંચિત રહેલા કેટલાક લાભાર્થીઓએ ઉચ્ચ કક્ષા સુધીની રજૂઆતો કરી હતી. પરંતુ તેમાં કોઈ પગલં લેવાતા ન હતા. આ બાબત વારંવાર વિવિધ માધ્યમો દ્વારા બહાર આવતા સરકારે તપાસ સમિતિ પણ બનાવી હતી. સ્થાનિક લેવલના તપાસનો અહેવાલ જે તે કક્ષાએ સુપ્રત કરવાની જવાબદારી પણ સોંપાઈ છે.
તાજેતરમાં આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આ હિસાબી અધિકારી સહિતના તપાસ અમલદારોએ અહેવાલ પણ જે તે સંબંધિત અધિકારીને આપી દીધો હોવાનું જાણવા આવ્યું છે. ત્યારે કેટલા મહિનાઓથી આપેલો અહેવાલ શા માટે પડતર રાખવામાં આવ્યો છે. અહેવાલમાં દર્શાવ્યા મુજબના પગલાં શા માટે લેવાયા નથી ?
તે પણ ઉંડી તપાસનો વિષય બની જાય છે ? જિલ્લા પંચાયતમાં સુપ્રત કરાયેલા અહેવાલમાં જિંલ્લા વિકાસ અધિકારીને પી.આર.સી. પેરામાં નોંધ થયેલી ગેરરીતિ અંગે પગલાં લેવામાં કેમ ખચકાટ અનુભવાય છે. એ પણ એક ગંભીર બાબત છે.