મંજૂરી વગર ધમધમતી દાહોદની બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ: 9 દર્દીને બીજે શિફ્ટ કરાયા
હોસ્પિટલના તબીબ GPCBની મંજૂરીના સર્ટીફિકેટ રજૂ ન કરી શક્યા
દાહોદ, દાહોદમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં દાહોદની મામલતદારની ટીમ દ્વારા ઓચિંતી તપાસ ધરતાં હોસ્પિટલમાં એÂક્ઝટનો અભાવ, મેડિકલ વેસ્ટ, બીયુ, બાંધકામની મંજૂરી સ્ટ્રકચર ડિઝાઈન સહિતની ગંભીર બેદરકારી સામે આવતા હોસ્પિટલમાં દાખલ ૯ જેટલા દર્દીઓને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેના પગલે દાહોદ જિલ્લામાં ગંભીર બેદરકારી દાખવતા હોસ્પિટલ આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. Dahod’s Baroda Multi Speciality Hospital sealed
રાજકોટની ગેમિંગ ઝોનમાં આગની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સંબંધિત તંત્રને આવા ગેમિંગ ઝોન સહિતના વેપાર, ધંધા, વ્યવસાય સહિતના આલમમાં સઘન ચેકિંગ હાથ ધરવાના આદેશો સાથે થોડા દિવસો પહેલાં દાહોદ શહેરમાં મામલતદારની ટીમ દ્વારા બે ગેમ ઝોનને ફાયર સેફટી, એનઓસી સહિતના અભાવને પગલે સીલ કરવામાં આવ્યા હતા.
ત્યારે આજરોજ દાહોદની મામલતદારની ટીમે વિવિધ ટીમો બનાવી જેમાં દાહોદ દાહોદ પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર તેમનો સ્ટાફ, મેડિકલની આખી ટીમ, ડીએચઓ, સીડીએચઓ અને એમજીવીસીએલની ટીમને સાથે રાખી દાહોદ શહેરના માણેકચોક ખાતે આવેલ બરોડા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં આ હોસ્પિટલમાં ખૂબ જ ગંભીર બેદરકારી જોવા મળી હતી.
હોસ્પિટલમાં પ્રવેશ કરતાં જ ૧૦ જેટલા બોટલો પડેલા હતાં જ્યાંથી ઓÂક્સજન સપ્લાય થાય છે. હોસ્પિટલમાં એક જ એન્ટ્રી છે અને એકઝીટનો કોઈ રસતો નથી. સાથે સાથે મેડિકલનો રોજે રોજ નિકાલ કરવાનો હોય છે તેની જગ્યાએ આ હોસ્પિટલમાં ચોથા અને પાંચમાં માળે એક ખાલી રૂમમાં આ મેડિકલ વેસ્ટ નાંખી દીધેલો હતો. જે મેડિકલ વેસ્ટ ખૂબ જ દુર્ગંધ મારતો હતો.
આ મેડિકલ વેસ્ટતેમજ કચરાનો કોઈ નિકાલ કરવામાં ન આવતા આ હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી ત્યારે આ હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા તે દર્દીઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દાહોદ જિલ્લામાં હોસ્પિટલોની સાથે સાથે અન્ય એવા ઘણા ઉદ્યોગો, વ્યવસાય, રોજગાર, ધંધા સહિત અનય આલમમોમાં જ્યાં જાહેર જનતા રોજેરોજ અવર જવર કરતી હોય તેવા ઘણા સ્થળોએ સેફટીનો અભાવ, એનઓસી વિગેરે જેવી બાકતોમાં માલિકો ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે ત્યારે આવા આલમોમાં પણ સંબંધિત તંત્ર દ્વારા આવા જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.
બરોડા પલ્ટીપલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરતાં ઉપરના માળે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવતા અંગે મુખ્ય આરોગ્ય અધિકારીને જાણ કરી બોલાવવામાં આવ્યા હતા
જે બાદ તપાસ હાથ ધરતાં આ બાયો મેડિકલ વેસ્ટ આઠથી દસ દિવસનો એકત્ર કરેલો હોવાનું સામે આવ્યો હતો. બાય મેડિકલ વેસ્ટનું રોજેરોજ નિકાલ કરવાનું હોય છે પરંતુ એ ચર્ચા મુજબ હોસ્પિટલ દ્વારા બાયોમેડિકલ વેસ્ટનું બારોબાર નિકાલ કરતાં હોવાનું કહેવાય છે. જેના પગલે તંત્ર દ્વારા હોસ્પિટલના ડૉક્ટર પાસે જીપીસીબીની મંજૂરી અને સર્ટીફિકેટ માંગતા જોવા મળ્યા ન હોતા.
દાહોદ શહેરના મધ્યે વર્ષોથી ધમધમતા આ બરોડા મલ્ટીપલ હોસ્પિટલમાં ઓન પેપર જી પ્લાસ ટુ એટલે કે ત્રણ માળની મંજૂરી મેળવેલ છે પરંતુ આ હોસ્પિટલ પાંચ માળ સુધી બનાવેલો હોવાનું સામે આવ્યું છે. ઉપરના બે માળની મંજૂરીના કાગળો માંગતા ડૉક્ટર દ્વારા તંત્રને કાગળો આપવામાં અસમર્થ થયા હતા જેના પગલે આ ઉપરના બે માળ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા હોવાનો પ્રથમ દૃષ્ટિએ જોવાતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.