Western Times News

Gujarati News

દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં આચાર્યને ૧૦ વર્ષની સજા

(એજન્સી)દાહોદ, જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીની લાશ મળી હતી. આ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરીને તેની હત્યા શાળાના આચાર્ય ગોવિંદ નટે કરી હતી.

આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દાહોદમાં ૬ વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ બાદ તેની હત્યા કરવામાં આવી હતી. બળાત્કાર બાદ રાજ્યભરમાં ઘટના અંગે રોષ જોવા મળ્યો હતો. સરકાર પક્ષે ઘટનાના માત્ર ૧૨ દિવસમાં ગંભીરતા પૂર્વક ચાર્જશીટ દાખલ કરાઈ હતી. Six-year-old girl student has been brutally murdered by the principal of a Government school in tribal district Dahod, Gujarat.

જેમાં ૧૫૦ સાક્ષી સહિતની બાબતોનો સમાવેશ કરી રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ૩૧ સાક્ષી સરકાર પક્ષે તપાસ્યા ઉપરાંત દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતા. આ કેસમાં માત્ર ૩૪ હિયરિંગમાં જ કેસની ટ્રાયલ પૂર્ણ થઈ હતી. સરકારે આ કેસમાં વિશેષ સરકારી વકીલ તરીકે અમિત નાયરની નિમણૂક કરી હતી.

આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ તોયણી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેની શાળામાંથી જ મળ્યો હતો.

જે બાદ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, તેનું મોઢું દબાવીને મારવામાં આવી છે. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં ગોવિંદ નટની ધરપકડ કરી હતી. જે બાદ 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં 150 સાક્ષીઓ અને 65 ફોરેન્સિક ટેસ્ટનો સમાવેશ હતો. ગૂગલ ટાઈમલાઈન, CCTV, અને વિદ્યાર્થીઓની જુબાનીથી આચાર્યનું નિવેદન ખોટું સાબિત થયું હતું.

જોકે, કોર્ટે બળાત્કાર-હત્યાના આરોપો નકારતાં પોલીસ તપાસ પર સવાલો ઉઠ્યા છે. આરોપીના વકીલે રાજકીય દબાણનો આરોપ લગાવી, હાઈકોર્ટમાં અપીલની જાહેરાત કરી છે. આ ઘટનાએ શાળાઓમાં બાળ સુરક્ષા અંગે ચર્ચા જન્માવી હતી. ફતેપુરા ભીલ મોરચા અને આદિવાસી સમાજે ફાંસીની માગ કરી હતી. લીમખેડા બાર એસોસિએશને આરોપીનો કેસ ન લડવાનો નિર્ણય લીધો હતો.

ગત 19 સપ્ટેમ્બર, 2024ના રોજ પીપળીયા ગામની 6 વર્ષની બાળકી, જે તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ-1માં અભ્યાસ કરતી હતી, રોજની જેમ સવારે શાળાએ ગઈ હતી. તેની માતાએ તેને શાળાના આચાર્ય ગોવિંદ નટની કારમાં બેસાડી હતી, જે બાળકોને શાળાએ લઈ જવાની જવાબદારી નિભાવતો હતો.

શાળાનો સમય સાંજે 5 વાગ્યે પૂરો થતો હતો, પરંતુ બાળકી ઘરે પરત ન ફરી. ચિંતાતુર પરિવારજનોએ શાળાએ જઈને શોધખોળ શરૂ કરી. શાળાના કમ્પાઉન્ડની દીવાલ અને ઓરડાની પાછળના ભાગે બાળકી બેભાન હાલતમાં મળી આવી. તેને તાત્કાલિક સિંગવડ સરકારી દવાખાને લઈ જવામાં આવી, જ્યાંથી લીમખેડા સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી. ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.