ડાકોરમાં સફાઈ કર્મચારીઓની છેલ્લા બે દિવસથી સફાઈ માટે હડતાલ
(તસ્વીરઃ મિતેષ પટેલ, ડાકોર) ડાકોર ખાતે છેલ્લા ઘણા વર્ષથી સફાઈ માટે રાજ્ય સરકાર દ્વારા સુગ્રથ્રિત સ્વરછતા થાય તે માટે કંપની દ્વારા અહીં સફાઈ કામદારોની ટીમ દ્વારા સફાઈ કરાવાય છે.
છેલ્લા ઘણા સમયથી આ કંપનીઓ દ્વારા સારુ ટીમવર્ક ચાલતુ હોવાનું કહેવાઈ રહ્યું છે. જ્યારે અત્યારની કંપની દ્વારા સફાઇ કામદારોને પુરતુ વેતન નથી મળતું ગમે ત્યારે નોકરીમાંથી છૂટા કરી દેવાય છે. સાથે સફાઇના સાધનો પણ સફાઈ કામદારે પોતે લાવવાની ફરજ પડે છે. આમ આ કંપની અહીં ટેન્ડર પ્રક્રિયા દ્વારા આવી ત્યારથી સફાઈ કામદારોને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
આ બાબતે એકવાફીવા કંપનીના મેનેજર સ્મિત ભટ્ટ સાથે વાત કરાતા તેવો કહે છે કે હાલ યાત્રા વિકાસ બાર્ડ દ્વારા ૭૬ માણસોનો સ્ટાફનું લિસ્ટ મોકલી આપેલ છે તેમજ આ કંપની દ્વારા આ કામદાર ભાઈયો માટે યોગ્ય નિકાલ લાવવાનો પ્રયત્ન કરીશુ.
આમ ૯૦-સફાઇ કામદારોની જરૂર હોવા છતાં તેમણે ત્યાના પરિપત્ર મુજબ ૭૦-સફાઈ કામદારોની જ જરૂર હોવાની રટણ સાથે ૨૦-સફાઇ કામદારોને નોકરીમાંથી છૂટા કર્યા હોવાથી તેમના ઘરનો જીવન નિર્વાહ મા મોટી મુશ્કેલી પડી રહી છે તે કારણથી છેલ્લા બે દિવસથી સફાઈ કામદારો કામકાજથી અળગા રહી આદોલન પર આવી ગયા છે.અને તેમની માંગણીઓ પુરીન થાય ત્યા સુધી સફાઈ નહી કરે અને કામકાજથી અળગા રહી વિરોધ પ્રદર્શન કર્યું.
આમ છેલ્લા બે દિવસથી સફાઇ કામદારો સફાઈન કરતા ગામમાં કચરાના ઢગલા પડી રહ્યા છે. શીયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ કચરાના ઢગલા થી અન્ય રોગો થવાની ભીતી સેવાઈ રહી છે.